________________
૨. નામ – ક્યારેક રાસના પ્રારંભમાં રચનાના વિષયનો નિર્દેશ પણ કરવામાં આવતો અને તેના હેતુનો ઉલ્લેખ થતો.
૩. કથાનું સ્વરૂપ. ૪. અવાંતર કથા. ૫. વિવિધ વર્ણનો. ૬. ગુરુપરંપરાનો ઉલ્લેખ વગેરે.
૭. રાસાના અંતમાં ફલશ્રુતિ આપવામાં આવતી. આમાં રાસના પઠનથી, શ્રવણથી કે નર્તનથી થનારા લાભ વર્ણવવામાં આવતા.
૮. રાસના અંતમાં કવિનું નામ અને ગચ્છની વિગત પણ આપવામાં આવતાં.
૯. રચનાના સ્થળ તથા સમયની માહિતી અંતે મૂકવામાં આવતી.
૧૦. કવિ અંતમાં સહુની કલ્યાણની કામના વ્યક્ત કરતા ને ક્યારેક કવિ પોતાની નમ્રતા પણ દર્શાવતા.
૧૧. રાસની રચના (૧૬+૧૬+૧૩) ૨૨ દ્વિપદી
વળી સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના મત પ્રમાણે ‘વિરાટપર્વના રચનાર શાલિભદ્ર સૂરિ અને પંચપંડવચરિઉ રાસ'ના રચનાર શાલિભદ્રસૂરિ કદાચ એક હોય તો ‘વિરાટપર્વ પણ ૧૫મા સૈકાની રચના ઠરે. આ રચનાઓ આખી સંસ્કૃત અક્ષરગણ મેળ છંદોમાં છે... સ્વાગતા, માલિની, ઉપજાતિ, ઉન્દ્રવજા, રથોદ્ધતા, વસંતતિલકા, ઉપેન્દ્રવજા, કૂતવિલંબિત આ છંદોમાં આખી રચના છે. પણ આ સમયમાં આ સિવાય અક્ષરમેળ છંદોની રચના મળતી નહોતી. એટલે નવીનતા અને વૈવિધ્ય ખાતર આ કવિઓએ અક્ષરમેળ છંદોમાં રચના કરી હોય એમ માનવું રહ્યું. જોકે માત્રામેળ છંદોની વચ્ચે ક્યાંક ક્યાંક અક્ષરગણમેળ છંદો વાપરવાની પ્રથા અપભ્રંશ સાહિત્યથી ચાલતી આવતી હતી.
૧૨. રાસોમાં છંદનું વૈવિધ્ય રહેતું પરંતુ ચોપાઈ અને દુહા વધુ પ્રચલિત હતાં.
૧૩. રાસી ગયા હતા. આ પ્રકારે ઢાળ, દેશી અને શાસ્ત્રીય રાગની સૂચના મૂકવાની પદ્ધતિ ૧૪મી સદીથી શરૂ થતી દેખાય છે.
૧૪. રાસનો વિસ્તાર શરૂમાં ઓછો હતો. શરૂઆતમાં રાસ ટૂંકા હતા
4* જૈન રાસ વિમર્શ