________________
રસાયન રાસ પર અનેક વૃત્તિઓની રચના કરવામાં આવી છે. અને મૂળ પાઠ સાથે સંસ્કૃત છયા, હિન્દી અનુવાદ કરવામાં આવ્યો છે.૧૦
ઉપદેશરસાયનરાસ શબ્દનો અર્થ છે કે રસથી પૂર્ણ અર્થાત્ એવો ધાર્મિક ઉપદેશ જેમાં લોકો માટે મધુર રસ પ્રવાહિત થઈ રહ્યો હોય. ચતુર્મુખી વિકાસ માટે અભૂતપૂર્વ ઔષધિ સમાન થાય. રોગી ઔષધિઓ પીને હૃષ્ટપુષ્ટ બની જાય છે તે પ્રમાણે ઉપદેશરસાયનરાસ નામના કાવ્યના શ્રવણથી શ્રાવક-શ્રાવિકાઓ, સમસ્ત જન સમુદાય તેમ જ ધર્મવિરુદ્ધ લોકો પણ ધાર્મિક બનીને અધર્મ રૂપી રોગથી રહિત થઈ જાય એવા કાવ્યને ઉપદેશ રસાયન રાસની સંજ્ઞા આપી શકાય છે.
ઉપદેશરસાયનરાસના અન્તર્ગત લોકપ્રવાહમાં પ્રવાહિત જીવોને જાગૃત કરવા માટે સદ્દગુરુનું સ્વરૂપ, ચૈત્ય, વિધિ, વિશેષ આદિ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સર્વસાધારણ લોકો માટે જીવનોપયોગી ઉત્તમ શિક્ષાઓ સંસારની નશ્વરતા તથા સામાજિક વિષમતાનું સ્પષ્ટ વર્ણન કરીને મનુષ્યને ધર્મોન્મુખ કરવા માટે ઉપદેશરસાયનરાસની તેમણે રચના કરી છે.
ઉપદેશરસાયનરાસ નામના ગ્રંથને વિષયવસ્તુની દૃષ્ટિથી જોવામાં આવે તો તે એક ઉપદેશાત્મક કૃતિ છે, જેમાં ભવથી છુટકારો મેળવવા માટે સાધન તેમ જ સહાયક સદ્ગુરુઓ અને નિયમોના વિષયને કલાત્મક તેમ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આના વિષયો આ પ્રમાણે છે : (૧) ગુરુવંદના મંગલાચરણ, (૨) માનવજન્મની સફળતામાં સદૂગુરુઓ તેમ જ તેનું માર્ગદર્શન, (૪) જિન ઉપાશ્રયો તેમ જ મંદિરોથી સંબંધિત વિભિન્ન પ્રકારના નિયમ અથવા સંબંધી વિવેક અને (૫) વિશ્વબંધુત્વની ભાવના.
મંગલાચરણની પ્રથા કવિની પોતાની કોઈ નવીન કલ્પના નથી. પરંતુ તેનો, વિષયવસ્તુ, તો જ ઈષ્ટમ. આધાર છે. જે પરિવર્તન થાય છે, તે
૧C). (એ) ૧૧. પૂ. જિનપતિ' સૂરિજીના. શિel જિનપાલે વિ.સં. ૧૨૯૨. ટાંસ્કત છાયા
રી છેઅપ... કોબાત્રીમાં , ટીકા પ્રકાશિત છે. ('! ) એપભ્રંશ, ડો ,ત્રી મૂળ પોછે સાથે સાd. છાયા પૃ. ૨.૭ ૬, સંપાદક : તા.૨." ભગવા.મોદીસે ગાંધી, પ્રકાશક: ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ, ડોરે, ૧૯૨૭ (૬) ચચર્યાદિ ગ્રંથ, સંગ્રહ ભાલો.ત્તરસહ આચાર્ય જિનહરિસાગ૨.૨ારેિજી વિ.રા. PCC) ૪, સુરત, . ૧૯૪૩ (ડ) ગ્રસ ઓર ટારા,વવીકાવી, ડો, દશરથ ઓઝા, પૂ. ૪૩૩-૪૪૪
,રચા 120 જમા કરે. જે ઉપદેશરેસાડીને રાસ : એકે અગ્વાસ # 479