SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ મિ મન મ્યુધિ ગાયો રાસ, લ્યો મનોરથ પહોતી આસ ત્રીબાવતીમાં જોક્યો સહી, સુણો પુરુષ ગહઈ નહી. ૫૫૯ સવંત બાહ સીધીઅંગ, ચંદ શબ્દ આણતા રંગ વહઈયાખ શ્રુદિ પંચમી, ગુરુવાર મતિ હુઈ સમી. પ૬૦ આ રાસ ત્રંબાવતીમાં (ખંભાતમાં) વિ. સં. ૧૬૮૨ વૈશાખ સુદ પાંચમ ગુરુવારના રચ્યો એ સ્પષ્ટ થાય છે. સાર વસ્ત સઘલી ધરિ લહીઈ, ગુરુનામિં ગહઈ ગહઈજી, શ્રી વિજયાનંદસૂરિ શિરોમણી, નામઈ નવનીધિ લહઈજી. પ૬૩ પ્રાગવંશહાં સંઘવિ સાંગણ, બાર વરતનો ધારિજી, પ૬૫ સંઘવી સાંગણનો સુત શ્રાવક રુષભદાસ ગુણગાવઈજી. પ૬૬ આમ ઉપરની ગાથામાં ગુરુ અને પિતાને ઉલ્લેખ પણ કરી દીધો છે રચનાશૈલી – ભાષા – આ રાસ મધ્યકાલીન યુગમાં રચાયો છે તેથી તેની ભાષામાં સત્તરમી સદીની મારુ ગુજરાતી, અપભ્રંશ ગુજરાતીની છાંટ મળે છે. શબ્દાનુપ્રાસ રૂપે શબ્દાલંકાર પ્રાપ્ત થાય છે તો કયાંક રૂપક, ઉપમા જેમ કે ગાથા નં. ૮૩માં ઉપમા જેવા અલંકારો છે. ઢાલ – ચોપાઈ – દુહા વિવિધ રાગોનો – છંદોનો પણ પ્રયોગ થયેલો છે. ઉપદેશાત્મક અને દષ્ટાંત શૈલી પણ દેખાય છે ક્યાંક સુભાષિતો પણ છે જેમ કે ગાથા – ૫૪૬ “એ સંસારતણું નસરુપ દેખતા કા ઝંપલાવો કુપ જલ પંપોટા સરખી દેહ મુરિખ મધરો સબલ સનેહ. અંદ્રધનુષ સરિખો પરિવાર જોતા જાય ન લાગઈ વાર, લખ્યમિ તો સાયર કલોલ, અથીર આય જિમ પાન તંબોલ. પ૪૭ સમગ્રતયા જોતા શ્રાવકકવિ ઋષભદાસે વિદ્વાનોની નહિ પણ જનમાનસની બોલચાલમાં વપરાતી સામાન્ય ભાષાનો પ્રયોગ રાસમાં કર્યો છે. એમની ભાષા લઢણવાળી સરળ સહજ પ્રવાહિત છે. તાત્ત્વિક કૃતિ હોવાને કારણે અલંકારોની ભરમાળ કે રસોની હારમાળાનો અભાવ છે. રાસ નીરસ ન બની જાય એ માટે તેમાં વિવિધ શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિભક્તિના પ્રત્યયો, અવ્યયો પર્યાયવાચી શબ્દો વગેરેમાં વિવિધતા વાપરીને વિદ્ધદુર્ભાગ્ય કૃતિને લોકભોગ્ય કૃતિમાં રજૂ કરવાનો પરમ પુરુષાર્થ કર્યો છે. ભાષા દ્વારા 462 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy