SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઝ8ષભદાસ કૃત પૂજાવિધિ રાસ” પ્રસ્તુતકર્તા: ડૉ. પાર્વતી નેણશી ખીરાણી [૨/૨૩ જેઠવા નિવાસ, ૪૪૮, ડૉ. આંબેડકર રોડ-માટુંગા (ઝ.ઈ.) કિંગસર્કલ - મુંબઈ-૪૦૦૦૧૯ ફોન નં. ૦૦૨૨-૨૪૦૧૧૬૫૭ મોબાઈલ – ૯૮૬૯૭૮૭૬૯૨] જૈનદર્શનની આધારશિલા શ્રુતજ્ઞાન’ છે. શાશ્વત સુખની પ્રાપ્તિ શ્રુતજ્ઞાનના માધ્યમથી થાય છે. અનંતા તીર્થકર દેવોએ શ્રુતજ્ઞાનના માધ્યમથી જ મોક્ષમાર્ગથી પ્રરૂપણા કરી છે. એમને અનુસરીને અનેક સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓએ પણ શ્રુતજ્ઞાનની આરાધના કરી છે. એ શ્રુતજ્ઞાનને શિક્ષણ જગતમાં “સાહિત્ય' નામ આપવામાં આવ્યું છે. સાહિત્ય એટલે શું? શબ્દરૂપી મોર અર્થરૂપ પીછાં દ્વારા જ્યાં પોતાની ભિન્નભિન્ન કળા બતાવે છે તે છે સાહિત્ય. પછી તે વાણીરૂપે હોય કે પુસ્તકરૂપે. શબ્દસમૂહરૂપ શરીરથી બનેલા સાહિત્યનો આત્મા અર્થસમૂહ છે. જેનાથી માણસની લાગણી તેમ જ વિચારો સુંદર રીતે થાય છે. એ સાહિત્ય અનેક પ્રકારનું છે. એમાંથી એક છે “રાસા સાહિત્ય” કે “રાસ સાહિત્ય'. રાસ શબ્દ સાંભળતા જ હૃદય રસથી ઊભરાઈ જાય છે. ચેતનામાં ચમકાર આવી જાય છે. અંતરમાં આનંદ છવાઈ જાય છે અને મન મોહી ઊઠે છે. કારણ કે રાસ શબ્દથી જ નવરાત્રીમાં રમાતા દાંડિયારાસ ચક્ષુ સમક્ષ ઊભરી આવે છે. જેમાં ગોળાકારે અથવા તો બેકીની સંખ્યામાં મંડળી બનાવીને રમવાનું હોય છે. પરંતુ રાસ સાહિત્યનો એક કાવ્ય પ્રકાર પણ છે. એ જાણ્યા પછી રાસનો અર્થ શોધવાની યાત્રા આરંભી વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરતાં જે ચિત્ર પ્રાપ્ત થયું તે આ મુજબ છે. રાસ, રાસક, રાસડા, રાસા રાસો આ બધા પર્યાયવાચી છે. ભગવદ્ ગોમંડળ અનુસાર- (૧) રાસ- એ નામનો એક માત્રામેળ છંદ છે. તેના દરેક ચરણમાં બાવીશ માત્રા હોય તેમાં ૧,૫૯,૧૩,૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. (૨) વર્તુળાકારે ગવાતા ગીતો, ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં ફરતાં કરાતો નાચ કે તેમાં ગવાય તેવું ગીત રાસ હંમેશાં ગાય તો સાથે જ લેવાય છે. (૩) રાસ રાસ ધાતુ પરથી બન્યો છે. રાસ એટલે શબ્દ કરવો, બૂમ પાડવી ચીસ પાડવી વગેરે (૪) રસવાળું એક જાતનું નાટક, ગરબાની પેઠે શ્રાવક કવિ ઋષભદાસ કૃત પૂજાવિધિ રાસ +457
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy