________________
બંધાવવામાં ઘણું પુણ્ય રહેલું છે.
બારમા દ્વારમાં સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવા રૂપ શ્રાવકધર્મનું નિરૂપણ કર્યું છે.
તેરમા દ્વારમાં સુશ્રાવક સર્વવિરતિના ભાવ મનમાં રાખી ગૃહસ્થપણું પાળે તેમ જ જેણે દીક્ષા લીધી છે તે સતુ પુરુષો છે અને પોતે અધન્ય છે. એમ માને અને વિચાર કરે છે જેમ કે
ઘડી હોય સ્ત્રી નીર ભરી માથઈ લઈ રે, કામ રહઈ તો હોશિયાર તિમ સંસારિ સાવધાન થઈ નિરહઈ રે, ક્યારિ લેઉં સંયમ ભાર.”
સુભાષિત દ્વારા કવિએ સુંદર મનોભાવના રજુ કરી છે.
ચૌદમા દ્વારમાં ભાવશ્રાવકો કેવા હોય તેનું વર્ણન સત્તર ગુણો વડે વિસ્તારથી કર્યું છે. સત્તરગુણોવાળો પુરુષ જિનાગમમાં ભાવશ્રાવક કહેવાય છે. આવો ભાવશ્રાવક શુભકર્મના યોગથી શીધ્ર ભાવસાધુપણું પામે છે.
પંદરમા દ્વારમાં આરંભ ત્યાગની વિધિ દર્શાવી છે. કોઈ કારણથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે તો આરંભનો ત્યાગ કરવો, સર્વ આરંભ છોડી શકાય તો છોડવો. નહિ તો સચિત વસ્તુનો આહારાદિનો કેટલોક આરંભ તજવો. કારણ કે આરંભમાં જીવહિંસા છે, અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે.
સોળમા દ્વારમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન શ્રાવકે રાવજી પાળવું તે સોનીભીમ અને પેથડ શાહના દાંત દ્વારા સમજાવ્યું છે. બ્રહ્મચર્યવ્રતનું મોટું ફળ મળે છે જેમ કે,
“એ વરતના ફલ છઈ બહુ, અરથ દીપિકા માંહિ રથ તેણઈ કારણ નર એ વ્રત ધરો, જયમ ભવસાયર ભલિ તરો.” આમ બ્રહ્મચર્ય વ્રત ભવસાગર તરવાનું ઉત્તમ સાધન છે.
સત્તરમા દ્વારમાં શ્રાવકની અગિયાર પ્રતિમાનું વર્ણન કર્યું છે. જે સંસારથી તારણહાર સમાન છે. શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. દર્શનપ્રતિમાથી લઈને ઉત્કૃષ્ટ શ્રમણભૂતપ્રતિમા જાણવી.
અઢારમા દ્વારમાં અંતિમ આરાધનાનું વર્ણન છે. એટલે શ્રાવકની સંખનાની આરાધના, આયુષ્યનો છેડો સમીપ આવે ત્યારે શ્રાવક દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંખના કરે. કવિએ અહીં કુબેરના પુત્રનું તેમ જ હરિવહન રાજાનું દૃષ્ટાંત આપ્યું છે. આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય સંલેખના
454 * જૈન રાસ વિમર્શ