SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીનું પાતિગ પુરુષ મતગિ સષિ તણું હોઈ ગુરુ ભણી કુટુંબ પાતિગ જેહ કરતું જેહ લાગઈ ઘરધણી. તેમ જ પોતાના પુત્ર વગેરેને પ્રતિબોધ કરાવવા ઉપર ધજશેઠનું દગંત આપ્યું છે. આજના પંચમકાળમાં કોઈ દેવ આવી ધર્મ પમાડે એ વાત કોઈ માને નહિ પરંતુ આ કથા સાંભળી જરૂર માનવાનું થાય ત્યાર પછી કવિએ નિદ્રાવિધિનું આલેખન નીતિશાસ્ત્રના આધારે સુભાષિતો દ્વારા કર્યું છે. શ્રાવક કયાં? ક્યારે? સૂવાનું સ્થાન કેવું હોય વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એક સ્થાન કેવું છે એક પહોર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પોતાને અનુકૂળ સૂવાના સ્થળે થોડી થોડી ઊંઘ લે. બહુ નિદ્રા લેનાર આ ભવથી તથા પરભવથી પણ ભષ્ટ થાય છે જીવોથી ભરેલો ટૂંકો ભાંગેલો મેલ પડપાયાવાળો ખાટલો સૂવાના કામમાં વાપરવો નહિ. દેવમંદિરમાં રાફડા ઉપર વૃક્ષની નીચે સ્મશાનમાં સૂવું નહિ. આરોગ્યની દૃષ્ટિએ પણ ક્યારે સૂવું? તે સમજાવતાં કહે છે કે: રયણિ મૂકિ દિવસ સોય ગ્રીષમ રતિ કહયઉ છઈ જોય સલેખ માઠર ભાતિ થાય બિજી રતિ પીત વ્યાપી જાય આગમ પ્રમાણે સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરી દેવને ગુરુને વંદના કરવી ચઉવિહાર વગેરે પચ્ચકખાણ ગ્રંથિસહિત ઉચ્ચરવું તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિણામનો સંપક્ષે કરવા રૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું દેશવકાશિક વ્રત ઉપર કવિએ વાનરનું દષ્ટાંત આપ્યું છે. તેમ જ ચાર શરણા અંગીકાર કરવા સર્વજીવ રાશિને ખમાવવાં પાપની નિંદા, પુણ્યની અનુમોદના કરવી. સાગારી અનશન કરવું અને પછી નવકાર ગણના એકાંત શવ્યાને વિષે જ સૂવું પણ જ્યાં સ્ત્રી વગેરેનો સંસર્ગ હોય ત્યાં ન સૂવું બ્રહ્મચર્યનું ફળ બહુ જ મોટું છે ચતુર્થવ્રત પાળવા અસમર્થ શ્રાવકે પણ પર્વતિથિએ બ્રહ્મચર્ય પાળવું. સ્ત્રી સંસર્ગથી દૂર રહેવું કેમ કે વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળનો છે અને વેદનો ઉદય ખમવો બહુ મુશ્કેલ છે. જે કવિએ રૂઢિપ્રયોગ દ્વારા સમજાવ્યું છે જેમ કે – જીવ સભાવ એવો છઈ સહી ભુડી વાસના આવઈવહી ગાઢો ધીર હોઈ તે ચલઈ લાખ અગ્યન યોગિ જેમગલઈ તેમ જ કામરાગને જીતનાર જંબૂસ્વામી સ્થૂલિભદ્ર અને સુદર્શન શેઠના કવિ ઋષભદાસ કૃત શ્રાદ્ધવિધિ રાસનું સંક્ષિપ્ત વિવેચન « 445
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy