________________
અને સ્વ-દ્રવ્ય-ગુણ પર્યાયની અપેક્ષાએ જે “પર” છે એ પર રૂપ છે. તેથી નાસ્તિત્વ છે. આમ પાયાના બે ભાંગા લઈ આખી સપ્તભંગી દેખાડાય છે. ઉપરાંત અર્થપર્યાય અને વ્યંજનપર્યાય વિષે ચર્ચા છે. છેલ્લે કહે છે. આ સપ્તભંગીના દઢ અભ્યાસ દ્વારા જે પરમાર્થને દેખે છે તેની યશ અને કીર્તિ વિશ્વમાં ખૂબ વધે છે, તેને મળેલું જેનપણું લેખે છે. નયદષ્ટિથી બધા દર્શનોને વિચારવા અને તત્ત્વના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવો આમ આ ચોથી ઢાળમાં દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદભેદ દેખાડ્યો અને સપ્તભંગીનું સ્થાપન કર્યું છે. જેમાંથી પદાર્થ ત્રયાત્મક હોય છે એનો નિર્ણય થાય છે. ઢાળ પાંચમી
પ્રમાણ નય વિવેક દ્રવ્યાર્થિક સમે યથથાર્થિક
આ ઢાળમાં કહ્યું છે. જ્ઞાનદષ્ટિ ગ દેખિઈ જ્ઞાનદષ્ટિથી જગતને દેખો. દ્રવ્યગુણ પર્યાયના પરસ્પર ભેદ, અભેદ અને ભેદભેદ જાણી દ્રવ્ય-ગુણ પર્યાયનું જ્ઞાન પ્રમાણ શી રીતે કરે છે અને નય શી રીતે કરે છે. એ જાણવું. આથી આ ઢાળમાં બેનો ભેદ દર્શાવે છે. નવ વસ્તુના એક અંશને ગ્રહણ કરે છે. જ્યારે પ્રમાણ બંને અંશને ગ્રહણ કરે છે. દ્રવ્યાર્થિક નયથી આત્મદ્રવ્યને જોતાં સત ચિત્ આનંદમય ભાસે છે. અને પર્યાયાર્થિક નથી જોતાં અનિત્ય લાગે છે. જ્ઞાનદષ્ટિ બંનેનો સમાવેશ કરે છે. ગ્રંથકારે આ ઢાળની ધ્રુવપંક્તિ શાનદષ્ટિ જગ દેખિઈ એ દ્વારા બોધ આપે છે કે ગતને કેવી રીતે જોવું? પ્રમાણાત્મક જ્ઞાનથી જોવાથી રાગદ્વેષ મોહ વધવાને બદલે સંવેગ આદિ વધે છે. કારણ કે તેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ અને અનિત્યતા બંને આવી જાય છે. વળી એમ પણ કહે છે. આ બે નયનો ભેદ “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય તેમ જ સન્મતિ પ્રકરણમાં પણ કહેલો છે. (પ-૬) સુનય અને દુર્નય મિથ્યાદષ્ટિકોણ)ની પણ ચર્ચા કરી છે. આત્માને દ્રવ્યની દૃષ્ટિથી જોતાં-સંસારી
જીવો પુરુષાર્થ દ્વારા કર્મરહિત સિદ્ધ દશા પામી શકે છે. એ અંતિમ નિષ્કર્ષક આત્મજ્ઞાન સ્વરૂપ છે. એ પર ભાર મૂક્યો છે. દ્રવ્યાર્થિકના દ્વારા આમ, દિગંબર આચાર્ય દેવસેનકૃત નયચક્રમાં દર્શાવેલા દ્રવ્યાર્થિકનયના દશ પ્રકાર કહી જ્ઞાન જ ઉત્કૃષ્ટ સારભૂત છે. પરમભાવ છે – તે બતાવ્યું છે. ઢાળ-છઠ્ઠી પર્યાયાર્થિકનયના ૬ ભેદનું વર્ણન તથા બીજા ૭ નવોના પેટભેદો સાથે
દ્રવ્યગુણપર્યાયનો રાસ: એક પરિચય *429