SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક હોય તો શ્રેષ્ઠ છે એમ ‘ઉપદેશમાળામાં કહ્યું છે. જે જ્ઞાનમાં અધિક છે તે પ્રવચનની પ્રભાવના કરે છે એટલે ગ્રંથકાર કહે છે કે થોડી ક્રિયાહીનતા હોય તોપણ જ્ઞાનની અવજ્ઞા ન કરવી. જયાં સુધી આત્માએ દ્રવ્યગુણ પર્યાય વિચાર કર્યો નથી ત્યાં સુધી ચારિત્રની આરાધના વિશિષ્ટ ફળ આપતી નથી. ચરણકરણાનુયોગનું વિશિષ્ટ ફળ કેવળજ્ઞાન છે. પછી ઈચ્છાયોગમાં રહીને દ્રવ્યાનુયોગ વિચારું છું એમ કહી ગુરુનું મહત્ત્વ દર્શાવે છે. અંતમાં કહે છે કે “શ્રી સમ્મતિ પ્રકરણ’, ‘તત્ત્વાર્થ સૂત્ર વગેરે ગ્રંથરૂપ નિર્ગથ પ્રવચન છે. તેનો આ દ્રવ્યગુણ પર્યાયનો રાસ' તો એક અંશ માત્ર છે. એ ગ્રંથોનો અને આ ગ્રંથનો પરમાર્થ ગુરુવચનથી મેળવો. આમ પ્રથમ ઢાળ પૂરી થઈ એમાં પ્રથમ ચાર અનુયોગ કહીને પરસ્પર વિચારણા ચરણકરણાનુયોગ અને દ્રવ્યાનુયોગની જ કરી. ઢાળ બીજી : દ્રવ્યાનુયોગની મહત્તા આવી છે. અહીં દ્રવ્યાનુયોગનો જે મુખ્ય પ્રતિપાદ્ય વિષય છે તે દ્રવ્યગુણ-પર્યાય દર્શાવે છે. આ ત્રણમાં પણ ગુણ-પર્યાય કરતાં દ્રવ્યપ્રધાન છે કારણ કે દ્રવ્ય જ આ બંનેના આધારભૂત છે, ઉપાદાન કારણભૂત છે. વૈકાલિક છે, એક છે, જ્યારે પર્યાય અનિત્ય છે, અનેક છે. આમ દ્રવ્ય પ્રધાન છે, કૂટસ્થ નિત્ય છે માટે જ દ્રવ્ય-ગુણ-પર્યાય આ સમાસમાં દ્રવ્યનો સહુ પ્રથમ ઉલ્લેખ છે અને એટલે જ અનુયોગ પણ દ્રવ્યાનુયોગ કહેવાય – દ્રવ્યનું આવું સ્વરૂપ દર્શાવનાર જિનવાણીને શ્રદ્ધાથી માનો. દ્રવ્યાનુયોગનો અભ્યાસ આત્માનું વિશિષ્ટ કલ્યાણ સાધવા સમર્થ સાધન અહીં કહ્યું છે. ગુણપર્યાયનું ભાજન એ દ્રવ્ય છે – છેવટે ગુણો પણ પર્યાય જ છે. આ ઢાળમાં દ્રવ્યનું ગુણનું અને પર્યાયનું લક્ષણ દ્રવ્યશક્તિ દેખાય છે તે સામાન્ય છે. અહીં દિગંબર મતની પણ ચર્ચા કરી તેની ક્ષતિ બતાવી છે (૨-૫). દ્રવ્યની શક્તિ અને યોગ્યતાની વાત કરી છે. ઓઘ શક્તિ અને સમુચિત શક્તિ પોતાના ગુણ પર્યાયો સંભવિત હોય તે દરેક રૂપે પરિણમવાની યોગ્યતા એ શક્તિ છે અને બંને પ્રકારની શક્તિઓને આત્મદ્રવ્યમાં ઘટાવે છે. અભવ્યમાં ઓઘશક્તિ નથી અર્થાત્ આત્માના સ્વભાવને પ્રગટાવનારો ધર્મ ક્યારેય પ્રગટતો નથી. ભવ્યજીવને અચરમાવર્તમાં પણ ધર્મની ઓઘશક્તિ તો હોય જ છે. નહીંતર ચરમાવર્તિમાં સમુચિત શક્તિ આવી શકે નહીં, આમ શક્તિરૂપ દ્રવ્ય જણાવ્યું. ગુણપર્યાય વ્યક્તિઓ અનેક દ્રવ્યગુણપર્યાયનો ચસઃ એક પરિચય + 427
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy