________________
૪.
૫.
૬.
૭.
૮.
સરખાવી શકીએ છીએ. અજ્ઞાનતા હોય ત્યાં સુધી આપણને દોરડામાં સર્પ દેખાય છે પરંતુ જ્યારે આપણામાં જ્ઞાનનો આવિર્ભાવ થાય છે અને સમ્યકત્વ જ્ઞાન એટલે કે અપવાદની સ્થિતિ તરફ વળીએ છીએ. આમ પહેલી અવસ્થા (અધ્યારોપ) જે મિથ્યાત્વ છે. અને બીજી અવસ્થા સમ્યક્ત્વ છે. આમ સમયસુંદરજીએ આ જ્ઞાન-અજ્ઞાનને વેધક રીતે સમજાવ્યું છે.
કવિ સમયસુંદરજીના આ રાસમાં ભાવક એવા તરબોળ થઈ ગયા છે, જ્યારે ભાવક વાંચતો હોય ત્યારે આપણને એવું લાગે કે રાસ આગળ વધતાં આપણે પણ શત્રુંજયનાં પગથિયાં ચઢી રહ્યાં છીએ અને આપણે આપણા કર્મને ખપાવી રહ્યાં છીએ. આ વાતથી આપણને ત્યારે કવિ જગન્નાથનું સ્મરણ પણ કરાવે છે. જેમ ગંગાલહરીમાં એક-એક પંક્તિની રચના કરતાં પગથિયે પાણી ચડી આવે છે અને જગન્નાથજી પાવન થાય છે. તેમ આ રાસના અંતે પણ આપણને એવું લાગે છે કે આપણા ૮૪ લાખ ફેરામાંથી મુક્તિ મળશે. એવું ભાવભીનું મનુષ્ય મનનું નિવેદન આ રાસમાં જોઈ શકાય છે.
આ રાસમાં લક્ષ્મણાના દૃષ્ટાન્તથી સરસ રીતે ચિતાર આપ્યો છે કે તે વધારે પડતું તપ કરવા છતાં તે અતિચારની આલોચના ન કરી, માટે તે અનંત ચોવીશી ભમી હતી તેમ આપણે પણ મનુષ્યજીવનમાં કેટલીક વખત ખૂબ તપ કરીએ પણ આવાં આલોચનાની જો સમજ ન હોય તો હતા ત્યાં ને ત્યાં જ રહી જઈએ છીએ.’
કવિ સમયસુંદરજી એક બીજું પણ દૃષ્ટાન્ત આપે છે. ‘માસાહસ પંખી’નું. જેમ, વ્યક્તિ (પશુ) પોતે સિંહની દાઢમાંથી માંસ ખાય અને વૃક્ષ ઉપર બેસી ઉપદેશ આપે કે સાહસ ન કરો. (માંસાહાર ન કરો.) તો આવો આકરો વ્યંગ્ય કવિએ બતાવ્યો છે. આજના લોકમાનસને એ જગાડે છે. (જાણે કવિ અવ્યક્ત સવાલ આપણને પૂછતા હોય).
જીવની ચંચળતા વિશે કવિએ સુંદર છણાવટ કરી છે તથા માયા, મમતા, લોભ, પરિગ્રહ, સંયમની વાત કરી છે અને રાત્રિ ભોજનનો દોષ પણ કવિએ બતાવ્યો છે.
દાનની સુંદર વાત કરે છે, તેઓ કહે છે કે લેતી વખતે તણખલા જેવું લેવું જોઈએ અને આપતી વખતે ત્રણ ઘણું આપવું જોઈએ. પરંતુ કોઈના
શત્રુંજય-મંડન રાસ * 413