SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ સમયસુંદરજી કૃત : શત્રુંજય-મંડન રાસ” પ્રા. રેશમા ડી. પટેલ, વલ્લભ વિદ્યાનગર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈન કવિઓમાં શ્રીસમયસુંદરજીનું સ્થાન વિશિષ્ઠ છે. ઈ.સ.ના સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુ કવિએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકા૨નો ફાળો આપ્યો છે. વિદ્વાન સાહિત્યકાર તરીકે તેમ જ તપસ્વી સાધુ તરીકે તેમણે ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પોતાના સમયમાં મેળવી હતી. જીવનપરિચય કવિવર સમયસુંદરજીના સમય વિશે મહદ્અંશે માહિતી મળે છે. સમયસુંદરનો જન્મ મારવાડમાં સાચોરની પ્રાગ્ધાટ (પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયો હતો. એમની માતાનું નામ લીલાદેવી હતું. અને પિતાનું નામ રૂપસિંહ હતું. પોતાના જન્મસ્થાન વિશે કવિએ પોતે પોતાની એક કૃતિ સીતારામ ચોપાઈ’ના છઠ્ઠા ખંડની ત્રીજી ઢાલમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : મુજ જનમ શ્રી સાચોરમાંહી, તિહાં ચ્યાર માસ રહ્યાં ઉચ્છાંહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી હેજ. સમયસુંદરજીનો સૌથી પહેલો ગ્રંથ તે ભાવશતક બાળવયે દીક્ષા લઈ ૧૫ વર્ષની ઉંમરે સાધુ તરીકે તેમ જ સંસ્કૃત પ્રાકૃતના અઠંગ અભ્યાસી અને પ્રખર સાહિત્યકાર તરીકે ઉચ્ચ પ્રકારની સિદ્ધિ દાખવનારી કેટલીક વિરલ વિભૂતિઓ આપણને જોવા મળે છે. યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના શિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી, એમનું નામ ‘સમયસુંદર' રાખ્યું હતું. અભ્યાસ અને પ્રગતિ : કવિના ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા અને તપસ્વી તથા સંયમી સાધુજીવન જોઈને આચાર્યશ્રી જિનચંદ્રસૂરિએ એમને સંવત ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ‘ગણિ'નું પદ આપ્યું હતું. સમ્રાટ અકબરના આમંત્રણને માન આપી જ્યારે આચાર્યશ્રી જિનચંદ્રસૂરિ સંવત શત્રુંજય-મંડન રાસ * 407
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy