SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમી ઢાળમાંથી એમના મનોહર ગુણોની મહેક પ્રસરે છે. જિનાજ્ઞા એ જ પૂ.ગુરુદેવનો સાચો મંત્ર હતો, જિનાજ્ઞાના પાલનની વફાદારી શિષ્યોને પણ શિખવાડી હતી. જિનાજ્ઞાના મંત્ર સમી નિઃસ્પૃહતા હૃદયમાં ધારણ કરી હતી. તેઓશ્રીની પ્રેરણાથી સંયમી બનેલા દીક્ષાર્થીને પોતાનો શિષ્ય બનાવવાની કદાપિ સ્પૃહા રાખી ન હતી. શિષ્ય પણ એક પરિગ્રહ હોઈ શિષ્યોનો પરિવાર પણ વધુ વધાર્યો નહિ. પ્રતિબોધી તું ગુણીજનો પણ શિષ્ય બીજાના કરતો અહો! અહો! નિસ્પૃહતા તારી અમ જીવનને વરજો. ૪ ગ્લાનસેવા એ પૂજ્ય ગુરુદેવનું એક મહત્ત્વનું ગુણવૈભવનું પાસું હતું, ગચ્છ કે સમુદાયના કોઈ ભેદ રાખ્યા સિવાય એક નાના પણ ગ્લાન શ્રમણની સેવા કરવામાં તેઓશ્રીને સેવામૃત જેવો અનુભવ થતો. સ્વગણ પરગણ ભેદ વિસારી કીધી સેવા તે સહુની ગ્લાન ચિત્ત આશ્વાસન આપી કીધી સમાધિ બહુની. ૧૪. શ્રમણોના હિતની ચિંતા તેઓ સદૈવ કરતાં. જમાનાના બદલાવ સાથે સુવિદ્ધ સંયમનું પાલન દુષ્કર જ નહીં પણ અતિદુષ્કર બનશે તેવું સમજીવિચારીને ગુરુદેવે સમુદાયના સાધુઓ માટે એક બંધારણ ઘડ્યું. સંયમી સુરક્ષા માટે ઘડાયેલ આ પટક સં.૨૦૧૮ના ચૈત્ર વદી પના દિવસે જ્ઞાનમંદિરમાં જાહેર કરાયો હતો. સંયમ-સુરક્ષા સામે કોઈ બૂરી અસર ન પહોંચે તે માટે ગુરુદેવે શ્રમણોને આ પટકનું બખ્તર ભેટ ધર્યું. - છઠ્ઠી ઢાળમાં આ મહાપુરુષની અપ્રતિમ આંતરસાધના ધ્યાનમાં રાખીને તેમ જ તેમના ગુણવૈભવમાં થતી વૃદ્ધિને લીધે તેમને ડભોઈ નગરે સં. ૧૯૭૬ના કારતક વદ ૬ના રોજ શાસ્ત્રોક્ત વિધિથી ગણિપદ એનાયત થયું અને સં. ૧૯૮૧ના કારતક વદ ૬ના શુભદિને રાજનગરમાં વિધિપૂર્વક પન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. વિ.સં ૧૯૮૭ના કારતક વદ ૩ના શુભ દિવસે વિરાટ મેદની વચ્ચે ભવ્ય મહોત્સવપૂર્વક મોહમયી મુંબઈ નગરમાં ભાયખલાના આદિનાથ જિનમંદિરના રંગમંડપમાં તેઓશ્રીને ઉપાધ્યાય પદવી આપવામાં આવી. ગ્લાનસેવી પૂ.ઉપાધ્યાયજી પ્રેમવિજયજી મહારાજ સાહેબનું વિશુદ્ધ ચારિત્રપાલન અનુપમ જ્ઞાનસાધના ગુણવૈભવને કારણે પપૂ. દાનસૂરીશ્વરજી 400 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy