________________
એક દિન અઢાર ગાઉ ચાલીને બામ્બયાન આરોહી, પહોંચી શીધ્ર સદ્દગુરુના ચરણે નમી પડ્યો નિર્મોહી. ૧૨ દેવગુર જિનશાસન છોડી નવિ લાગે કઈ પ્યારું સંયમ સંયમ મન તુજ ઝંખે લાગે જગત અકારું. ૧૩
વિ.સં. ૧૯૫૭ના કાર્તિક વદ ૬ના દિને સંસારનું સઘળું સુખ ત્યજીને કુમાર પ્રેમચંદે અતિકષ્ટવાળું સર્વવરતિ જીવન અંગીકાર કર્યું. ૧૭ વર્ષના પ્રેમચંદે સંસારની બાહ્યાભ્યતર ક્રિયાઓને છોડીને નિગ્રંથપદ સકલાગમ રહસ્યવેદી મુનિશ્રી દાનવિજયજી મ.સા. પાસે સ્વીકાર્યું અને પ્રેમવિજયજી નામ ધારણ કરીને તેમના પ્રથમ શિષ્ય બન્યા.
સત્તર વર્ષની વયે પરાક્રમે કીધું અગમ અમાન માત તાત જગ મોરી વિછોડી ભાગ્યા ગુરુ વરદાન. ૧૫ વદી છઠ્ઠ દિન પુણ્ય મુહૂર્ત છોડી સવિ સંસાર સંયમ સિદ્ધગિરિ સાંનિધ્ધ લીધું ન કીધી વાર, ૧૬
ગુર વિણ જ્ઞાન નહિં, એ ઉક્તિ અનુસાર મુનિ પ્રેમવિજયને ગુરુભક્તિના લીધે ગુરુજીએ જ્ઞાનદીપ પ્રગટાવ્યો અને મુનિ પ્રેમવિજયના હૃદયમાં તત્ત્વપ્રકાશનાં અજવાળાં થયાં.
જ્ઞાનદીપ હૃદયગેહે પ્રગટ્યો પ્રસર્યો તત્ત્વ પ્રકાશ સ્યાદ્વાદ-સિદ્ધાન્ત રહસ્સે થયો બહુ ગુણ વિકાસ. ૩
મુનિ પ્રેમવિજયજી વિશિષ્ટ બુદ્ધિધારક હતા અને તેમને વિદ્વાન પૂ.ગુરુદેવશ્રીનો સંગ મળ્યો તેથી પ્રેમવિજયજી મ.સાહેબે સંસ્કૃત ભાષા, કાવ્યો, ન્યાય પ્રકરણો, આગમો, છેદસૂત્રો આદિ વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કર્મગ્રન્થ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, બંધશતક આદિ ગ્રંથોના પદાર્થોના સ્વાધ્યાયની સાધના દ્વારા આત્મસાત્ કર્યા. પૂ. પંન્યાસપ્રવરશ્રી દાનવિજયજી મસાહેબે સં. ૧૯૭૬માં સિદ્ધાંત મહોદધિનું બિરુદ મહેસાણા મુકામે અર્પણ
કર્યું.
સ્વાધ્યાયની રમણતામાં સિદ્ધાંતમહોદધિ પ્રેમવિજયજીએ સર્વ ભૂલીને પાંચે ઈન્દ્રિયોને એમાં જ જોડી દીધી હતી, મિષ્ટભોજનને તિલાંજલિ આપી જ્ઞાનામૃત ભોજનની અનુભૂતિ રોમરોમ પ્રસરાવી હતી. સ્વાધ્યાયનું
398 * જૈન ચસ વિમર્શ