________________
તે નીચે મુજબ છે.
ઢાળ પહેલી : પૂ.ગુરુદેવના જન્મથી માંડીને દીક્ષા સુધીની જીવન યાત્રાનો સુંદર પરિચય દર્શાવ્યો છે.
ઢાળ બીજી : અંતર્મુખતાનું લોખંડી બખ્તર પહેરીને રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધનામાં ગળાડૂબ બનેલા મુનિવર શ્રી પ્રેમવિજયજીનો પરિચય આપ્યો છે.
ઢાળ ત્રીજી : સ્વર્ગસ્થ સુરિપુંગવના ઉચ્ચતમ સંયમગુણની સૃષ્ટિનું વર્ણન જાણવા મળે છે.
ઢાળ ચોથી : પરિષહ, સહનશીલતા, વાત્સલ્ય, બ્રહ્મચર્ય, લઘુતા, આદિ ગુણોનું વર્ણન મળે છે.
ઢાળ પાંચમી નિસ્પૃહતા, પરગુણાનુમોદન, સ્વપ્રશંસા, શ્રવણ, આજ્ઞા પ્રતિબદ્ધતા, પરહિતચિંતા, ગ્લાનિસાધુસેવા, સમાધિદાન, સમુદાય સંયમ રક્ષાનું બંધારણ, દોષશુદ્ધિ હિતશિક્ષા પ્રદાન ઈત્યાદિ.
ઢાળ છઠ્ઠી : ગણિપદ, પંન્યાસપદાદિ, ગચ્છપાલન, લોકમાં ગચ્છના ગુણગાન, શિષ્યાદિકની અતિશય ભક્તિ, શાસનરક્ષા, શાસન પ્રભાવનાદિ ભવ્ય ઇતિહાસનું વર્ણન કરેલું છે.
ઢાળ સાતમી : ચરમ ચાતુર્માસ બગડતું સ્વાસ્થ શિષ્ય પ્રશિષ્યાદિ પરિવારનું આગમન, સમાધિ, એકાગ્રતા હેતુ સમાધિ વિચારાદિના સતત શ્રવણ, જીવનનો અંતિમ દિવસ, અંતિમ આરાધના, દેહત્યાગ, સંયમાદિ આરાધના, વિયોગે શિષ્યાદિના રૂદન.
ઢાળ આઠમી : પૂજ્યપાદશીના દેહવિલયથી મુનિજગતના હૃદય વ્યથાના વિરાટ વિલાપનું કુશળ કવિરાજના શબ્દોમાં હૃદયંગમ ચિત્રણ.
ઢાળ નવમી : પૂજ્યપાદશ્રીના પાર્થિવદેહના અંતિમવિધિનો આખરી અધિકાર અંતિમ ઢાળમાં વર્ણવી કવિવરશ્રી કળશની રચના કરે છે.
આમ ઉપર દર્શાવ્યા પ્રમાણે પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના જીવનને નવઢાળમાં અંકિત કરાયું છે. કવિશ્રી પ્રારંભિક દુહામાં સરસ્વતીની વંદના કરી રાસમાં વણી લેવાની વસ્તુનો નિર્દેશ કરે છે.
શ્રીમતી ! ભગવતિ! શારદે યાચું વલણ વિકાસ ગુણ ગાવા ગુરુરાયના જેણે દીધ પ્રકાશ ૧
396 * જૈન રાસ વિમર્શ