________________
હીર તણો જે સણયે રાસ, તેહના મનની પોહોચે આશ; તસ ધરિ હોય કમળાવાસ તેહને ઉપચ્છવ બારે માસ : ૩૦૦૪
ચોપાઈ હિરનામ સુણતા સુખ થાય, મહઅલિ માને મોટા રાસ; મંદિર મણિ સુંદર મહિલા, હય ગય વૃષભો મહિષી ગાય! ૩૦૦૫ પુત્ર વિનીત ધરિ દીસે બહુ, શીલવતી ધરિ દીસે વહુ સકટ ઘણાં ધરિ વહેલ્યો બહુ કીર્તિ કરે જગે તેહની સહુ! ૩૦૦૬ રોગ રહિત શુભ થાનક વાસ, ગણા લોક કરે તસ આસ; બહુ જીવે ને બહુ લજાય, સોવન તણી પામે શવાય! ૩૦૦૭ જપે હીર તણું જે નામ, કરે દેવતા તેહનું કામ; જેણે નામે વિષધર વિષ જાય, જેણે નામે ગજિસિંહ પળાય! ૩૦૦૮ જેણે નામ વયરી વશ થાય, જેણે નામ દુષ્ટ દૂર જાય; પ્રવહણમાંહિ બૂડતો તરે, હરિનામ જો હિયે ઘરે! ભૂતપ્રેત ન માંડે પ્રાણ, હીરના નામે જપો જગે જાણ; હીર તણા ગુણ હીઅડે ઘરે, જો જીવિતાં લગિ લીલાં કરે. ૩૦૧૦
૩OO૮
૩૦૧૧
ચરિત્ર હીર તણું સાંભળી, પાપ થકી રહે પાછો ટળી; ન કરે હિંસા બોલે સાચ, વિવહારશુદ્ધિ નિરમળ કાચ.
ઇતિ શ્રી હીરવિજયરાસ સંપૂર્ણ
378 * જૈન રાસ વિમર્શ