________________
નિસાણતણો ગુરુ અવ્વર લેહ, લઘુ હોય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, કવિ કેરો તે કહું પિતાય. –
સાંગણ -૩૦૫૭ ચંદ અખ્તર “–ષિ ઘરથી લેહ મેષલા તણો નયણમો જેહ; અખ્યર ભવનમાં શાલિભદ્રા તણો, કુસુમ દામનો વેદમો જાણો,
૩૦૫૮ વિમલ (વ) “સહી અખેર બાણમો, જોડી નામ કરો કાં? ભમો!
ઋષભદાસ – ૩૦૫૯ દિગ આગળ લે ઈદુ ધરો, કાલ સોય તે પાછળ કરો; કવણ સંવત્સર થાયે વળી, ત્યારે રાસ કર્યો મન રલી -
૧૬૮૫ () ૩૦૬૦ વૃક્ષમાંહિ વડો કહેવાય, જેણે છાંહિ નર દુષ્ટ પલાય; તે તરુઅરને નામે માસ, કીધો પુણ્ય તણો અભ્યાસ.
આસો માસ ૩૦૬૧ આદિ અખ્તર વિન કો મમ કરો, મધ્ય વિના સહુએ આદરો; અંતિ વિના સિરિ રાવણ જોય, અજાઆલી તિથિ તે પણ હોય.
શુક્લ દરામ ૩૦૬ર સકલ દેવ તણો ગુરુ જેહ, ઘણા પુરુષને વલ્લભ તેહ ઘરે આવ્યો કરી જયજયકાર, તેણે વારે કીધો વિસ્તાર.
– ગુરુવાર ૩૦૬૩ દિવાળી પહેલું પરવ જ તેહ, ઉદાઈ કેડે નૃપ બેઠો તેહ; બહુ મળી હોયે ગુરુનું નામ, સમયે સીઝે સઘળાં કામ –
| વિજયદાનસૂરિજ ૩૦૬૪ આમ ખૂબ સુંદર રીતે, શ્રેષ્ઠ બુદ્ધિમત્તાનો પરિચય કરાવનારી આ ગાથાઓ કવિમાં રહેલી દક્ષતા, નિપુણતા અને હોશિયારી કેટલી છે તે દર્શાવે છે. આ કવિએ ૫૮ સ્તવનો અને ૩૪ રાસાની રચનાઓ કરી છે. તે જ તેમના પર રહેલી માતા સરસ્વતીની કૃપાનો નિર્દેશ કરે છે. 376 * જૈન રાસ વિમર્શ