________________
વર્ણવતી ગાથાઓ જોઈએ તો, નાગ મોર નહિં વેર લગાર, ખરી ઋદ્ધિનો એ દેવણહાર; દારિદ્ર રોગનો ખ્યય ઈહાં થાય, પગ પગ ચઢતાં પાતિગ જાય. ૨૧૧૩ સિદ્ધ ગતિની સૂરની ગતિ દેહ, ત્રેવીસ જિનવર ત્યહાં આવે; કાકરે કાકરે સિદ્ધ અમંદ, શેત્રુંજયગિરિ ગુણનો નહિ અંત. ૨૨૧૫ નબલો ખાંડ સેર ત્યે સાથિ, ઘોળી જળમાં કે અન્ય હાથિ; ઈસી વાત કહી જગનાથિ, પુણ્ય ઉપાડી ન સકે બાથિ. ૨૦૧૮
પર્વત પર આવતા જળકુંડોનો મહિમા બતાવતાં કવિ લખે છે કે,
બાથિ પુણ્ય ન ઊપડે, નાહિ સુરજકુડિ; ભીમ કુંડહાં નાહતાં, પાતિગ નાહાસે છડિ. ૨૧૧૯ વિષ્ણુકુંડ પાસે સહી, ખોડીયારકુંડ જ જેહ, ઋષભદેવને પૂંજીને, નિરમલ કીજે દેહ. ૨૧૨૦ મરૂદેવ્યા ટૂંક જઈ, અદબદ દેહવું જ્યાંહિ. સામકુંડ નિર્દિ ભર્યો, દેહ પખાલો ત્યાંહિ. ૨૧૨૧ પખાલ નર પાતિગ છોડી, એણે ગિરિ મુગતિ ગયા કઈ કોડિ;. .
આમ દેશ-પરદેશના સંઘો હીરસૂરિના અહીં આવવાથી સિદ્ધાચલના દર્શને આવ્યા. ચારે બાજુ મદનભેરી અને રણતુર વાગે છે. કાંસીજોડા વાગે છે. જંતર અને વીણાના સૂરો રેલાય છે. મેરુપર્વત પર (જન્માભિષેક)ના મહોત્સવ જેવો શત્રુંજય ઉપર ઉત્સવ થાય છે. ખૂબ જ ઠાઠપૂર્વક સર્વે ઋષભદેવને ભેટ્યા, ત્રણ પ્રદક્ષિણા કરી, પછી હીરગુરુને ખમાસણાં દઈને વંદના કરી. ઋષભદેવના મસ્તકે છત્ર ચડાવે છે. એક પછી એક સંઘવીઓ દર્શન કરવા આવે છે. ડામર સંઘવી, ગંધારના રામજી દર્શને આવે છે. સમજીએ પોતાને સંતાન થતાં ૨૨ વર્ષની યુવાન પત્ની સાથે શિયળવ્રતના પચ્ચકખાણ કર્યા. અન્ય પ૩ જણાએ પણ વ્રત લીધું. પાટણના કરૂ સંઘવી વગેરે પણ દર્શને આવે છે. શ્રાવકોએ હીરનું પૂજન અગિયાર હજાર ભરૂચીની
શ્રી હીરવિજયસૂરિ રાસ +371