SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ (ઢાળ-૮૧ : કાહના પ્રીતિ બાંધી રે, રાગ મારુ) વેદ મેં મહિર કહિ બહુ પણ) મારતે એહ અજાય; અશ્વમેધ નનિ હણે તો, ક્યાાં રહી ઈનકી દયાય. ગાજી. સ્નાન અંગ હય કમ કીજીયે, કામથી દુર્ગંત હોય; ઈનકે ભી તાપસ કૈ હુએ તો, ઘૂસલ ન કરતે સોય. ગાજી. બિંબપ્રતિષ્ઠા કારણે રે, આણયે ગંગાનીર; એ નાંખે જન અસ્થિને તો, ધોવે સયલ શરીર. ગાજી સૂર્યદેવ દેખ્યા બિના રે, અમે ન ખાઉં અન્ન; અસ્ત હોય તવ આખડી તો, માનું સૂર રતન. ગાજી ૧૯૯૩ નિરાકાર સોય નમુંજી, માનું ઉ૨ આકાર; ક્રોધ, માન, માયા નહિ તો, નહિ સ્ત્રીસંગ લગાર. ગાજી ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૮ જૈન અનાદિ છે સહી રે, એકનું એ ઈધાણ; વાસ્તુક શાસ્ત્ર બ્રહ્મા તણું તો, ત્યાં જૈન ભુવન બંધાણ. ગાજી ૧૯૯૯ ૨૦૦૦ આમ ધર્મનું સાચું સ્વરૂપ જાણીને અકબર ખુશ થયો. અકબરે વિજયસેનને સૂરિ સવાઈ” પદવીથી નવાજ્યા. જ્યાં જ્યાં અકબરની આણ વર્તતી હતી ત્યાં ત્યાં જીવદયાનો પ્રચાર થયો. તેની પાછળ હીરગુરુનું જ્ઞાન અને જૈનધર્મની શાન જ રહેલાં છે. વિજયસેનસૂરિને જોતાં જ વાદીઓએ માન મૂક્યું. આ બાજુ હીરસૂરિ રાધનપુરમાં છે. ત્યાં ઉત્સવ કરી પાટણ ગયા જ્યાં ત્રણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. આ વખતે તેજસાગર અને સામલસાગ૨ નામના બે સાધુને ગચ્છપતિએ ગચ્છ બહાર મૂક્યા. આથી તેઓ કાસમખાન પાસે ગયા. ત્યારે કાસમખાનને શરીરે રોગ થયો હતો. જૈન મુનિઓએ ઔષધ દ્વારા તે મટાડ્યો. કાસમખાને ખુશ થઈ નાણું ધર્યું. બંને સાધુએ તે લેવાની ના પાડી અને કહ્યું કે, અમને ગચ્છમાં પાછા લેવડાવો.” કાસમખાને હીરસૂરિને માનપૂર્વક તેડાવ્યા. ગુરુ પધાર્યા ત્યારે ઘણી ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું. પોતે સામો તેડવા આવ્યો. ધર્મની વાતો પૂછી સામે થોડા પ્રશ્નો કર્યાં પણ હીરસૂરિએ આપેલા ઉત્તરો સાંભળી ખૂબ જ ખુશ થયો, એટલું શ્રી હીરવિજયસૂરિ રાસ * 369
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy