SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશંસા કરે છે. પદ્મસુંદર નામના એક સાધુ ખૂબ જ વિદ્વાન હતા. પોષાળમાં ચાર ધર્મ રાખતા હતા. તેઓ જ્યોતિષ, વૈદક, તથા સિદ્ધાંતમાં નિપુણ હતા. અનેક ગ્રંથો તેમની પાસે હતા. વાદવિવાદમાં તેમને કોઈ જીતી શકતું નહિ. તેઓ કાળધર્મ પામતા તેમનાં અમૂલ્ય પુસ્તકો અકબરે સાચવી રાખેલાં તે પુસ્તકો હીરગુરુને આપતા કહે છે કે આ તમે રાખો. ત્યારે હીરગુરુએ તેની આદરપૂર્વક ના પાડી. આથી અબુલફઝલને કહ્યું કે, “હીરગુરુને કહો પુસ્તક સ્વીકારે” ત્યારે અબુલફઝલે આગ્રહ કર્યો ત્યારે ગુરુદેવ કહે, “કોઈ શ્રાવક વણિકને ઘેર પુસ્તકો મૂકો અને જ્ઞાનભંડાર કરો. જે સાધુને ભણવા પુસ્તકો જોશે તે ત્યાંથી લેશે.” ત્યારે અકબર ખૂબ ખુશ થયો કે ગુરુ સાચા વિરાગી છે. ત્યાંથી આગ્રા, શૌરીપુર આદિ યાત્રા કરી ત્યાં અમારિ પડહ પર્યુષણ દરમિયાન વગડાવી ગુરુદેવ ફરી ફત્તેપુર આવ્યા. અકબર તેમનાથી ઘણા ખુશ હતા. કશુંક માગવાનું કહ્યું ત્યારે ગુરુએ જીવરક્ષા માગી. અમારિ પડહ વગડાવ્યો અને તેના ફરમાન લેખિતમાં લીધા. ઢાળ ૫૮ – દેશી ઈલગાની) શાહ અકબર હુકમે હુઆ, લખીઆં ખટ ફરમાન; એક ગુજ્જર દેસે ગયું, શિર ધરે સાહિબખાન; અકબર રે હીરગુરુ રે લખી લખી દીએ ફરમાન. ૧૨૯૭ માલવ દેશમાં મોકલ્યું, આવ્યું એક અજમેર; એક દિલ્લીપુર વર્ચિ, ફરતો નિત ઢંઢેર. અકબર. ૧૨૯૮ લાહોર મુલતાન મંડલિ. ગયું પંચમ ફરમાન; છઠ્ઠ પાસે રાખ્યું સહી, ઠોરિ ઠોરિ ગુરુમાન. અકબર. ૧૨૯૯ શ્રાવણ વદી દસમી થકી, પળે દિવસ વળી બાર; ભાતૂવા શુદિ છઠ્ઠ લગિ, ઉગરે જીવ અપાર. અકબર ૧૩૦૦ જેણે પાપ કરતી વખતે કદી પાછું વાળીને જોયું નહોતું. જે રોજ પાંચસો ચકલાની જીભ ખાતો હતો. અસહ્ય જુલમી અને મહાપાપી હતો તેવા અકબરે વર્ષમાં છ મહિના માંસ ખાવાનું છોડ્યું એટલું જ નહિ હીરગુરુના ધર્મની વાતો, તેમના સત્સંગ, તેમનું જ્ઞાન જોઈ તેમને બિરુદ આપ્યું “જગતગુરુ”નું શ્રી હીરવિજયસૂરિ રાસ * 365
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy