SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ધીર્ય ધરી બોલ્યો વિઝાય, કવિત એક કિયો પાનશાય; તો તુજને એ માઠું કરે, પણિ ગુરુ હીર મુનિ ઊગરે. ૧૦૫૫ નિજ આચાર્ય ઉપરિ જોય, તીવ્ર રાગ કોઈકને હોય; ન ખમ્યો સુનક્ષત્ર સુજાણ, વીર કાર્ય જેણે મુક્યા પ્રાણ. ૧૯૫૬ આમ વિમલહર્ષ હીરગુરુની પહેલા અકબરને મળી લે છે. તેમને મળીને અકબર ખૂબ રાજી થાય છે. હીરગુરુ નવલી, ચાટવ્સ, હીંડવણી, સિકંદરપુર, બાના, અભિરામાવાદ પધાર્યા. ત્યાં વિખવાદ દૂર થયા. ત્યાંથી ત્તેપુર સિક્રી તરફ વિહાર કરે છે. તે વખતે ગુરુદેવ સાથે ૬૭ શ્રેષ્ઠી મુનિઓનો પરિવાર હતો. ત્તેપુરમાં અકબરના શેખ દ્વારા ગુરુદેવનું ભવ્યાતિભવ્ય સ્વાગત થાય છે. ગુરુદેવ પાસે મનમાં રહેલી શંકાઓનું સમાધાન તથા સત્સંગના પરિણામે શેખ સમ્યકત્વનો સ્વામી બન્યો. સં. ૧૬૩૯ જેઠ વદ ૧૩ને દિવસે ગુરુ હીર બાદશાહ અકબરને મળ્યા. ત્યારે અકબરે પૂછ્યું કે “તમારા મોટા તીર્થો કયા છે તે અમને કહો” જવાબમાં હીરગુરુ કહે છે કે, (ઢાળ-૪૫ મનભમરાની દેશી) સોરઠમાં શેત્રંજ વડો, ઋષભ જિન ચઢીઆજી; સિધ્ધા સાધુ કોઈ કોડી, મુંગતે અડીઆજી. ૧૧૩૩ બીજો તીરથ ગિરનારિ તિહાં ટુંક સાતજી; ચઢતા નેમિ નિણંદ મુગતિ જાતજી ૧૧૩૪ ગજપકુંડ તિહાં અછે, બહુ દેહરાજી; આબૂ અચલગઢ આંહિ, તીરથ ભલેરાજી. ૧૧૩૫ સમેત શિખર વીસ પૂજા છે, કાસી પાસોજી; અપદિ પ્રાસાદ, ખુધનો વાસોજી ૧૧૩૮ આમ બધા તીર્થોનું વર્ણન કરી, અકબરને ખુદા એટલે કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે તે બતાવતા કહે છે, ધર્મ ન થાય ખાવા વતી, સેવે ન ગુરુના ચરણ; આપ ધણી નવિ ઓલખ્યો, નહિં આતમસુખરણ – ૧૧૫૮ શ્રી હીરવિજયસૂરિ રસ * 363
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy