________________
કાવ્યાત્મક રીતે ગિરનારનું પ્રકૃતિસૌંદર્ય વર્ણવ્યું છે. તેઓ ગિરનાર તીર્થના મહિમાને પણ સુંદર રીતે વર્ણવે છે. ડૉ. રૂપા ચાવડાનો લેખ આ ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ રાસની સુંદર સમીક્ષા કરે છે.
એ જ રીતે બીજો લેખ સમયસુંદરજી દ્વારા રચાયેલ શત્રુંજય તીર્થનો મહિમા દર્શાવતો “શત્રુજ્ય મંડણ રાસ' પર રેશમા પટેલે લખ્યો છે, તો કાપરહેડા (કાપરડા - રાજસ્થાન)ના મહિમા અંગે દયારત્નજીના રાસ પર ટૂંકો પણ સુંદર લેખ કુણાલ કપાસીએ લખ્યો છે.
ત્રીજા પ્રકીર્ણ વિભાગમાં ઉપાધ્યાય યશોવિજયજીના દ્રવ્યગુણ પર્યાય રાસ' પર ડૉ. કોકિલા શાહના અભ્યાસલેખને સમાવ્યો છે. આ લેખમાં તેમણે આ ગૂઢ વિષયને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં આ રાસના ગહનતમ તત્ત્વોના વધુ વિમર્શ માટે તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ પાસેથી વધુ અધ્યયનશીલ લેખોની અપેક્ષા રહે છે. આચાર્ય જિનદત્તસૂરિ કૃત “ઉપદેશ રસાયન રાસ' સદાચારને અનુલક્ષે છે. આ રાસનો ટૂંકો પણ સુંદર પરિચય ડૉ. મિલિંદ જોશીએ આપ્યો છે. શ્રાવક જીવનને અનુલક્ષતા શ્રાદ્ધવિધિ અને પૂજાવિધિ અંગેના કવિ ઋષભદાસના બે રાસોનો વિસ્તૃત પરિચય રતનબહેને અને પાર્વતીબહેને પોતાના લેખોમાં કર્યો છે. આ બંને બહેનોએ પીએચ.ડીનો શોધપ્રબંધ પણ કવિ ઋષભદાસ પર જ કર્યો હતો. આ નિબંધસંગ્રહમાં પણ કવિ ઋષભદાસના પાંચ રાસો પરના નિબંધો સમાવેશ પામે છે. શ્રાવક કવિની આ ખરે જ નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય. | જૈન કવિઓએ સાહિત્ય ઉપરાંત તત્ત્વજ્ઞાન, પિંગળ, આયુર્વેદ, જ્યોતિષ આદિ અનેક વિષયોમાં ખેડાણ કર્યું હતું. એ સમયે લખાણનું મુખ્ય માધ્યમ પદ્ય હોવાથી આ વિષયની રચનાઓ પણ પદ્યમાં લખાતી. જયવિજયજી નામના કવિએ શકુનશાસ્ત્ર વિશેની વિસ્તૃત રચના ચોપાઈમાં એટલે કે રામસ્વરૂપમાં કરેલી છે. આ રચનાનો સંસ્કૃતના પ્રસિદ્ધ વિદ્વાન ડો. અજિત ઠાકોરે વિસ્તારથી પરિચય કરાવ્યો છે. આ પરિચયની સાથે જ તેમણે શુકન-અપશુકનના માનસશાસ્ત્રની પણ ચર્ચા કરી છે. રાસસ્વરૂપની આ જુદી તરેહનો વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ પણ પ્રકીર્ણ' શીર્ષક હેઠળ સાંકળી લીધો છે.
| હિંદી વિભાગમાં બ્રહ્મજિનદાસના “આદિનાથ રાસ' વિશે ડૉ. વીરસાગર જૈનનો અભ્યાસપૂર્ણ લેખ ઉપલબ્ધ થયો છે. એ જ રીતે દિગંબર પરંપરાના અન્ય કવિ બ્રહ્મ રાયમલનો ‘નેમિશ્વરરાસ' વિશે ડૉ. કુલદીપ સિંહનો લેખ પણ રસપ્રદ
40