________________
જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ આદિના જીવન વિષે અગત્યની માહિતી આપતો હોઈ આખોયે કુમારપાળ રાસ ઐતિહાસિક દષ્ટિએ એક અગત્યની કૃતિ છે. તેમાં આવતા ઉપયુક્ત રસપ્રદ સાહિત્ય પ્રસંગો તેમ જ અનેક સુંદર સુભાષિતો અને કહેવતો, કવિની વર્ણનશક્તિ, હાસ્યરસનિરૂપણ, માનવહૃદય પરીક્ષા અને ભક્તિરસનો પરિચય થાય છે.
કુમારપાલ રાસમાં કવિએ વાપરેલી ધ્યાન ખેંચી તેવી વિવિધ દેશીઓ, ઢાલો અને રાગો છે.
૧. સાંસો કીધો સામલીઆ – એ દેશી અથવા હમચીની (રાગ ગોડી) ૨. ઢાલ ત્રિપદીનો – રાગ કેદારો ૩. ઢાલ કામણની – રાગ ધન્યાસી ૪. ઢાલ અઢીઆનો – રાગ મલ્હાર ૫. ઢાલ – ફાગનો ૬. વીર મધુરી વાણી બોલઈ – એ દેશી ૭. રાગ સારંગ...મગધ દેસડો રાજ રાજેશ્વર એ દેશી
કુમારપાળ દસ * 347