SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલ રાસમાં ઋષભદાસે ચોપાઈ, દુહા અને છપ્પય આદિમાં આપેલાં સુભાષિતો પણ ખાસ નોંધપાત્ર છે. છોલી છુંદી છુંબરી, કીધી કટકા કોડી, તુહઈ મીઠી સેલડી, જેહની નહી જોડી. આ રાસમાં કેટલાંક ઉખાણાં અને કહેવતો પણ નોંધપાત્ર છે (૧) જીહાં હિંસા તિહાં તિહાં ધર્મ ન હોય. (૨) જીહાં સંપદ તિહાં આપદા (૩) દૂધ સીંચ્યો લીમડો, તોહે ન મીઠો થાય, અહિનઈ અમૃત પાઈઈ, તો સહી વિશ નવી થાય. (૪) મુનિવર સોય મમતા નહિ, કુણ ખાસર કુણ ચીર રે. ખંડ રજો, પૃ.૧૨૧-૨૨, કડી ૧ થી ૨૪માં યશોભદ્રસૂરિએ કુમારપાલ સમક્ષ જૈન સાહિત્યના જુદાજુદા જાણીતા દષ્ટાંતોનો ઉલ્લેખ કરી કરેલું સાત પ્રકારના મનુષ્યોનું વર્ણન પણ નોંધપાત્ર છે.' અહીં કર્તાએ ઘણા વંશોનાં નામ નિર્દેશન કર્યા છે. તે સર્વમાં ચાલુક્યવંશ શ્રેષ્ઠ છે. એવા ઉત્તમકુળમાં ત્રિભુવનપાળ પિતા અને કાશમીરાદેવીના લાડકવાયાનો જન્મ થયો. તેમના ગુરુ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હતા. તેઓ બંને કમલ અને કુમદિની જેવા હતાં. હવે કર્તા તે બંનેનો પરિચય શી રીતે થયો તથા ગુરુના સંપર્કથી રાજા કુમારપાળે જૈનધર્મની ઉન્નતિનાં કાર્યો કરી, પોતાની કીર્તિ કેવી રીતે પ્રસારી આ સર્વ હકીકત વિસ્તારપૂર્વક આલેખેલી છે. ગુર્જર દેશના રાજા જયશિખરી શત્રુઓ વડે હણાયા તેથી તેમની સગર્ભા ભાર્યા રૂપસુંદરી શત્રુથી બચવા રાજ્ય છોડી નાસી ગઈ. તેણે વનમાં પુત્ર પ્રસવ્યો. જેનું જૈન મનિષીએ વનરાજ નામ પાળ્યું. આ બાળક આગામી કાળમાં જૈન શાસનને ઉદ્યોત કરનારો થશે એવું જાણી તેની સારસંભાળની જવાબદારી શ્રાવકને મહાત્માએ સોંપી. ત્યાર પછી કર્તાએ શ્રાવક વડે બાળકનું લાલનપાલન થયું તેનું વર્ણન કરતાં કહે છે કે વનરાજ ક્ષત્રિય કુળમાં જન્મેલો હોવાથી સ્વભાવે શૂરવીર અને નીડર હતો. અન્ય બાળકો સાથે રમતા રમતાં તે રાજા બની ઇન્સાફ કરતો. તેમ જ અપરાધીને દંડ કરતો. આ પ્રમાણે જાતિ સંસ્કાર કદી છુપાવ્યા રહેતા નથી. તેના પહેલા ક્ષત્રિયને યોગ્ય ગુણો જોઈને શ્રાવકોએ તેની માતાને વિનયપૂર્વક વિનંતી કરે કે “તેનામાં રહેલા સંસ્કારોની સુરક્ષા માટે તમે કોઈ રાજાની સેવા કરો જેથી બાળકમાં રહેલા સંસ્કારોનું સિંચન થાય અને તત્કાળ 340 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy