SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ આશિષની વર્ષા વરસતી હોય ત્યારે કે દુ:ખના ડુંગર નીચે દબાયેલો હોય ત્યારે પણ ચતુર મનુષ્યને સમજતા વાર નથી લાગતી કે આવી પરિસ્થિતિઓ તો માત્ર તેણે સ્વયં આચરેલાં પૂર્વકર્મોનાં ફળસ્વરૂપે જ સર્જાય છે. ઉદાહરણાર્થ, આપણે જ્યારે પ્રથમવાર શ્રીપાલની સમક્ષ થઈએ છીએ ત્યારે એ માત્ર નીચી જાતિનો, કદરૂપો કુષ્ઠરોગી છે. એ ઉપહાસપાત્ર હોવા છતાં પોતાને દયનીય નથી સમજતો કે નથી તે પોતાની સ્થિતિ માટે કોઈને દોષી માનતો. પણ જ્યારે એના પ્રારબ્ધ પરથી કષ્ટનું પાંદડું ખસી જાય છે અને એ અતિ સ્વરૂપવાન માનિની, પ્રગાઢ શક્તિ અને અપાર ધનવૈભવનો સ્વામી બની જાય છે ત્યારે પણ તે તેની વિનમ્રતા છોડતો નથી. એથી વિપરીત, કથાના પ્રતિસ્પર્ધીઓ જેઓમાં શાણપણનો અભાવ છે (જેમ કે ધવલ શેઠ) તેઓ હતભાગ્ય અને વિજયની લાગણીઓ વચ્ચે ઝૂલતા હોય છે. એ લોકો દુઃખના દિવસોમાં પોતાને સજા પામેલ વ્યક્તિ તરીકે અને સુખના દહાડામાં પોતાને ઉમદા ગુણ ધરાવનાર પરાક્રમી નર તરીકે સમજે છે. ચોથા ગ્રંથમાં જ આપણી સમક્ષ શ્રીપાલના ભાગ્યના નાટકીય, અણધાર્યા વ્યુત્કમનું રહસ્ય છતું થાય છે. એની શરૂઆતની શારીરિક વ્યાધિ એના પૂર્વના અજ્ઞાત રાજા-શિકારીના ભવમાં તેણે આચરેલા પાપોના પરિણામ રૂપે હતી. એની હાલની અઢળક સમૃદ્ધિ એની સિદ્ધચક્રજી પ્રત્યેની ભક્તિના પરિણામ રૂપે છે, જે ભક્તિથી એણે વિપુલ પ્રમાણમાં ભોગાવલી કર્મ બાંધ્યાં છે. (ભોગાવલી કર્મ એ કર્મ છે જેને લીધે મનુષ્ય ભૌતિક ભવ્યતા અને સૌખ્યનો અપાર આનંદ અનુભવ કરે છે.) મનને હેરત પમાડે એવી વાત તો એ છે કે આપણને જણાવવામાં આવ્યું છે કે શ્રીપાલના અધિકાધિક ભોગાવલી કર્મ જ એને દુનિયાદારીનો સ્વેચ્છાએ ત્યાગ કરતા રોકશે. સાધુઓ, જેનું જૈન ગ્રંથોમાં સામાન્ય દૃષ્ટિએ તેમ જ વધુ ઉદાર દૃષ્ટિએ જૈન ધાર્મિક પરિકલ્પનામાં એક અનોખું, આગવું સ્થાન હોય છે, તેઓ શ્રીપાલ રાસ' કથાનકમાં માત્ર આંશિક પાત્ર ભજવે છે. તેમ છતાં, એટલું તો ખાતરીપૂર્વક કહી શકાય કે સાધુઓ આ વાર્તાના કથાકાર હોવાને કારણે એમનું સ્થાન કથાવસ્તુથી સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પરંતુ સાધુઓ અને સામાન્યપણે સંયમમાર્ગ કથાનકમાં સહાયકની ગરજ સારે છે અને આ બન્ને કથાનકની સાથે યુક્ત હોવા છતાં આ ગૂઢ, રહસ્યમય કથામાં પ્રમાણમાં ગૌણ ભૂમિકા ભજવે છે. શ્રીપાલને એની અપરંપાર સિદ્ધચક્ર પ્રત્યેની ભક્તિને લીધે કહેવામાં 322 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy