________________
કરતું સોનેરી ઝાંયવાળું શ્વેતવર્ણયુક્ત પ્રભાત થાય ત્યારે તેમાં રક્ત અશોકવૃક્ષ, પલાશપુષ્પના તેજથી દેદીપ્યમાન સૂર્ય ઉદિત થશે ત્યારે અંતપુરના પરિવાર સાથે દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરવા માટે, પૂર્વોક્ત અપરાધની વિનયપૂર્વકની વારંવાર ક્ષમાપના કરવા માટે આવીશ. આમ કહી પરદેશી રાજા પરત ફર્યા. બીજે દિવસે રાત્રિ પસાર થઈ, સૂર્ય પ્રકાશિત થયો ત્યારે અંતઃપુરના પરિવાર સાથે હર્ષિત હૃદયે કૌશિક રાજાની જેમ પોતાના ઘેરથી નીકળ્યો. પરિવાર સહિત પાંચ અભિગમપૂર્વક વંદન-નમસ્કાર કરી, પોતાના અપરાધની સમ્યક પ્રકારે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરી.
ત્યાર બાદ કેશીકુમારશ્રમણે પરદેશી રાજા, સૂર્યકતા આદિ રાણીઓ અને અતિ વિશાળ પરિષદને ધર્મકથા સંભળાવી.
ધર્મદેશના સાંભળીને પોતાના સ્થાને જતાં પરદેશી રાજાને કેશીકુમાર શ્રમણે કહ્યું હે પરદેશી વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢની જેમ તું પહેલાં રમણીય થઈને પછી અરમણીય ન બની જતો.
પરદેશી કહે છે કે હે ભગવાન! વનખંડ વગેરે પહેલા રમણીય થઈને અરમણીય કેવી રીતે થઈ જાય છે?
કેશીકુમાર શ્રમણ કહે છે કે હે પરદેશી! વનખંડ જ્યાં સુધી ફૂલો, ફળો અને લીલોતરીવાળું હોય, લીલુછમ અને અતિ શોભાયમાન હોય ત્યાં સુધી રમણીય લાગે છે જ્યારે બધું ખરી પડે છે, સુકાઈ જાય, શોભારહિત બની જાય ત્યારે ભયાનક ભાસે છે ત્યારે અરમણીય બની જાય છે, માટે પરદેશી! ધર્મ-પ્રવચન પરની શ્રદ્ધાને ટકાવી રાખજે.
પરદેશીએ કેશીકુમાર શ્રમણને જવાબ આપ્યો, હે ભગવન્! વનખંડ તથા ખળાની જેમ હું પહેલા રમણીય થઈને પછી અરમણીય બનીશ નહીં. હું મારા તાબામાં રહેલા શ્વેતાંબિકા નગરી આદિ સાત હજાર ગામોના અર્થાત્ સાત હજાર ગામો દ્વારા પ્રાપ્ત સંપત્તિના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ સેના અને વાહનને માટે રાખીશ. એક ભાગ અનાજના કોઠારો માટે રાખીશ. એક ભાગ મારા અંતઃપુરાદિ પરિવારના નિર્વાહ માટે અને શેષ એક ભાગમાંથી વિશાળ કુટાગર શાળા બનાવીશ અને પછી ઘણાં પુરુષોને દૈનિક મજૂરી, ભોજન, વેતન પર નિયુક્ત કરીને પ્રતિદિન વિપુલ માત્રામાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને અનેક શ્રમણો, માહણો, ભિક્ષુઓ, યાત્રીઓ, મુસાફરોને તે આહારાદિ આપતા
પરદેશી રાજાનો રાસ 289