________________
લખ્યું છે. તેમાં ઘેર ઘેર વધામણાં થવાનો, સહુના અપાર આનંદનું, જયકારાનું વર્ણન છે. સંઘ આગળ વધતાં વિવિધ વાજિંત્ર શરણાઈ, ઢોલ, કાંસલ, માદલ, ઘૂઘરી, ડમરુ વગેરેના આનંદપૂર્વક વગાડવાનો અને હર્ષોલ્લાસના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. સંયમચર્યા :
આ અંતિમ ખંડમાં ૨૯ પંક્તિ (૧૨૮-૧૫૬) યોજી છે. તેમાં વિવિધ ચાર રાગ પણ પ્રયોજ્યા છે. જેમ કે.
પંક્તિ ૧૨૮થી ૧૩રમાં રાગ કેદારૂ અને ઢાલ ફાગનું છે. પંક્તિ ૧૩રથી ૧૪૧માં રાગ કેદારૂ પણ ઢોલ દોલાનું છે. પંક્તિ ૧૪૨થી ૧૫૦માં રાગ સામેરી અને ઢાલ જયમાલાનું છે.
જ્યારે અંતિમ ખંડ પંક્તિમાં ૧૫૧થી ૧પ૬માં રાગ મલ્હાર અને ઢાલ મોરી આંખડી ફરૂકઈ રે છે.
આનાથી વિશેષ માહિતી લઘુપોશાલિક તપગચ્છની પટ્ટાવલિમાંથી મળી આવે છે તે નીચે પ્રમાણે છે.૧૪ - તેઓશ્રીના વિજાપુર ગયાં પહેલા અજહરીમાં (અંજાર/અજમેરમાં) પંડિતોએ આરાધિત કરેલી શારદાનો વિજયવર સોમવિમલ પંડિતને મળ્યો હતો.
સંવત્ ૧૫૯૨માં અમદાવાદથી વિદ્યાપુર વિજાપુર) જતા સંઘમાં મરકી થઈ રહી હતી જે શ્રી સોમવિમલસૂરિએ ધ્યાન કરી શાંત કરી હતી. સંવત્ ૧૫૯૯માં પત્તન (પાટણ)માં ચોમાસુ કર્યું ત્યારે ઘણા અભિગ્રહ કર્યા હતા અને પાળ્યા હતા ત્યાર બાદ શ્રી શેત્રુજ્ય, રૈવતકાચલ (ગિરનાર), ધવલ (ધોળકા), કાન્હમ પ્રદેશના વણછરા ગામે તેમ જ આમ્રપદ (આમોદ), ઈલદુર્ગ (ઈડર) વગેરે સ્થાનોએ અભિગ્રહ કરી પાળ્યા. વળી હાથીલ ગામમાં આવ્યા ત્યારે કુંડાદ ગામે મરકી થયેલી અને આચાર્યને વિનંતી કરાતા તેઓએ ત્યાં જઈ મરકીનું નિવારણ કર્યું હતું. - શ્રી સોમવિમલસૂરિ અષ્ટાવધાની હતા, તેઓ ઈચ્છાલિપિ વાચક હતા, ચૌર્યાદિ ભય નિવારક હતા, માત્ર સંદેશ કહીને એક-બે-ત્રણ આંતરીઓ તાવ
૧૪ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય - સંચય, પ્ર.શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર.
ઈ.સ. ૧૯૨૬, પૃ.૭૭. 276 * જૈન રાસ વિમર્શ