________________
આચાર્યપદ મહોત્સવઃ
આ મહોત્સવને વર્ણવતો આ રાસ ખંડ ૨૪ પંક્તિ (૭૩-૯૬)માં રચાયો છે. તેમાં રાગ-દેશાખ અને ઢાલ-ઉલાલાનું પ્રયોજ્યા છે. આ રાસ ખંડ આખો અંત્યાનુપ્રાસ કે પ્રાસ સાંકડી પ્રકારના અલંકારથી સુશોભિત છે. જેમ કે...
હવઈ સુણ સવિ પ્રાણી, અનુકમિ વાત જે જાણી; પંક્તિ. ૭૩થી માંડીને સુરહ ભુવન સમ તોલઈ, આણંદસોમ ઈમ બોલઈ. પંક્તિ ૯૬ સુધી વળી આ ખંડના અંતમાં રચયિતા પુનઃ પોતાનું નામ જોડે છે.
મુનિ અમદાવાદ આવી ચોમાસુ રહ્યાં જ્યાં તેમને અમદાવાદ, ખંભાત વગેરેને સંઘોએ મળી શ્રી સોમવિમલ ઉપાધ્યાયને ઘણા મોટા ઉત્સવથી સં. ૧૫૯૭ના આસો સુદ પને ગુરુવારે આચાર્યપદ આપ્યું. જેમ કે:
વિરહતા ૫હતા વલી, અનુક્રમિ અહિમ્મદાનાદિ રે; ચઉમાસિ રાખ્યા શ્રીપૂજ્ય, શ્રીસંઘમાનિ રંગરોલ રે.
વર્ણાનુપ્રાસનું ઉદાહરણ
૧) બોલઈ બાલી અબોલ, લિલ કુકુમતણ રોલ; પ્રાસાનુપ્રાસનું ઉદાહરણ
૨) ઉડી ગુડી તે રુડી, વાત નહી એક કુડી; આગલી જ તે સાર, લોકતણું નષિ પાર. ૮૩
૩) અહવી ઉઆરણા કરતી, શ્રીલ અવ્વાણાં ધરતી; આગલ પાછલિ ફિરતી, ગુરુગુણ અહી ઉચરતી. બહૂઆ અડા બોલી, નવનવાં ગીત તે પોલઈ; ગુણ ગંધર્વ તે ગાઈ, જેવા બાલઊ ઈ. પૂઠલીધા કરઈ સાદ, ઉપજઈ અતિ હિ આલ્હાદઃ નામ નવરંગ પાત્ર જણે સહુ મિલિક જત્ર એક કહ ભાવ બિન, જન્મ્યા એહવા રતન; તપગચ્છતણ અ આધાર, હોસિ એહ ગણધાર. કીધા ઉચ્છવ જેહ, વર્ણવી ન શકું તે; મંદબુદ્ધિ કિમ જશું, જીહિ એક કિમ વખાણું.
274* જૈન રાસ વિમર્શ