________________
લોહચણા મીણદતિ, ચાવવા વચ્છ, સંયમ ઈણિપરિ પાલિjએ.
ગુરુ-ઉપદેશ અને સંયમગ્રહણ બાદ સંયમપાલન અને પદવી પ્રાપ્તિ નામનો રાસ ખંડ છે. આ ખંડ ૧૯ પંક્તિ (૩૮-૫૬)માં રચાયેલો છે જેનો રાગ – અસાઉરી છે અને દમયંતી પાલી પલઇ એ નામનો ઢાળ છે. આ પંક્તિઓમાં સામાન્ય રીતે દરેક પ્રથમ પંક્તિમાં ૧૯ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૫ – ૧૬ અક્ષર સંખ્યા છે.
દીક્ષા પછીના સમયમાં શાસ્ત્રાભ્યાસ, યોગોહન વગેરે કરી સંયમ પાળ્યો. સં. ૧૫૮૩માં હેમવિમલસૂરિએ સૌભાગ્યહર્ષસૂરિને પટ્ટધર સ્થાપ્યા. તે સૌભાગ્યહર્ષસૂરિએ સોમવિમલને ગણિપદ આપ્યું. આ પદનો ઉત્સવ સ્તંભતીર્થમાં પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ કીકુએ ઘણું દ્રવ્ય ખર્ચો કર્યો. શિરોહીમાં શ્રીમંત ગાંધી નામે રાણા જોધાએ કરેલા મહોત્સવ પુર:સર સં.૧૫૯૪ના ફાગણ વદિ પને દિને સૌભાગ્યહર્ષસૂરિએ સોમવિમલગણિને પંડિતપદ આપ્યું. પછી ગુરુ-
શિષ્ય વિજાપુર આવ્યા કે જ્યાં, ત્યાંના સંઘે પ્રવેશ મહોત્સવ ઘણા ભભકાથી કર્યો. ત્યાં અમદાવાદના સંઘે અનુમતિ આપી એટલે સૌભાગ્યહર્ષ સૂરિએ સોમવિમલને ઉપાધ્યાયપદ આપ્યું. આ સઘળું વર્ણન રામસ્વરૂપે આ પ્રમાણે છે :
સકલશાસ્ત્ર મુનિ અભ્યાસઈ, વસઈ શ્રીગર પાસિ રે; પાસિનઈ વાસિ જસ મુખિ સરસતી એ. સંવત્ પનાર વ્યાસીઈ, થાપ્યા સોભાગ્યહરિષસૂરિંદ રે; સોભાગહરિષસૂરિ વાસ હવઈ – ગણિ – પદ ચંગિરે; ચંગિની રેગિ સાહ કીકુ દીઈ એ. સીરોહી નગરી ભલી, જિહાં વસઈ તિ ગાંધી રાણ રે; પંડિત-પદ ઉચ્છવ કરઈ, દિઈ નવા નવા તંબોલ રેક તંબોલનઈ બોલ માનિઉં ભલુ સહિગુરુઈ એ. વીજપુરિ પધારીઆ, તિહા પ્રવેશ-મહોચ્છવ કીજઈ રે; અહિમદાવાદી સંઘ તિહાં, આવિ અનુમતિ માગી એ; શ્રાવકજન ઉચ્છવ કરઈ, સોભાગહરિષસૂરિ થાપઈ રે; થાપનઈ આપઈ-ઉવઝાય-પદ વરૂ એ.
272 * જૈન રાસ વિમર્શ