________________
આપણા આ રાસના મૂળ ચરિત્રનાયક શ્રી સોમવિમલસૂરિનો જન્મ ત્રંબાવતી નગર (ખંભાત) પાસે કસારી નામના પુરમાં પ્રાગ્વાટ જ્ઞાતીના મંત્રી સમધરના વંશમાં તેમની ભાર્યા અમરાદેથી થયો. જેમ કે :
આદિનગર ત્રંબાવતી અમરાવતી અવતાર, ગઢમઢ વલી મંદિર પોઢાં પોલિ પ્રકાર; જિનમંદિર સુંદર-પુરંદર સમ વિવારી, જિહાં વસઈ વિચખ્યણ શ્રાવક જનસુવિચારી. તસ પરિસર સારી છામિ પુર કંસારી,%
આમ જન્મસ્થાનનો ઉલ્લેખ છે. તેમના પિતા વિચક્ષણ શ્રાવક વિચખ્યણ શ્રાવક) હતા તેમ પણ નિર્દેશ મળે છે. ત્યાર બાદ તેમના માતાપિતાનું નામ તથા તેમનો તથા ગુરુના આગમન તથા મેલાપનો પ્રસંગ ૬ પંક્તિમાં વર્ણિત છે. જેનો ઉલ્લેખ કરતી પંક્તિ આ પ્રમાણે છે :
તિહાં વસઈ મંત્રીસર સમધર અતિ અભિરામ, પૂછઈ અમરાદે સુપનભઅવ ઉલ્હાસિ નામ દઈ જસવંત જસવંત પૂરૂ આસ. તપગપતિ ગિરુઆ હેમવિમલસૂરિદ, વંદઈ સકુટુંબ રૂપ ધરીઅ આણંદ આમ તેમના નામકરણ અને ગુરુમેલાપનું વર્ણન મળે છે.
સોમવિમલસૂરિનું નામ જસવંત પાડ્યું હતું. તેમના મોટાભાઈનું નામ પિત્રિદાસ હતું. જસવંત જરા મોટા થયા એટલે એ અવસરે હેમવિમલસૂરિ પધાર્યા અને તેમના ઉપદેશથી જસવંતે સંવત્ ૧૫૭૪ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં દીક્ષા લીધી. તેમની દીક્ષાનો ઉત્સવ અમદાવાદમાં થયો અને દીક્ષિતનું નામ સોમવિમલ રખાયું.
હવે ગુરુમેળાપ પછી ગુરઉપદેશ અને સંયમપ્રહણનો રાસખંડ પંક્તિ ૨૭-૩૭મા (કુલ ૧૧ પંક્તિ, રાગ-ગુડી અને સલખણીઆનું – એ નામના
૭-૮. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય - સંચય, પ્રશ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર,
ઈ.સ. ૧૯૨૬, પૃ.૧૩૬. ૯. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય – સંચય, પ્ર.શ્રીજેન આત્માનંદ સભા, ભાવનગર,
(ઈ.સ. ૧૯૨૬, પૃ. ૧૩૬. 270* જૈન રાસ વિમર્શ