SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ વીસમી હનુમંતને તેઓ કહે છે કે શું તારી માતા તારી વેરણ છે? અને તું પિતાનો અળખામણો પુત્ર છે કે તને યુદ્ધમાં મોકલ્યો? તું વરુણની સમક્ષ આવ્યો તો તારો કાળ આવી ગયો માન. હનુમંત સામે ઉત્તર આપે છે, તમે સો ભાઈઓ સાથે મળી આવ્યા છો પણ રણમાં જો તમે હાથ વાપરશો તો જોઈ લેશું. પછી તો તેણે વાનરવિદ્યા સાધી વાનરરૂપ કરી ૧૨ જોજન સુધી હુંકાર સંભળાય તેવી હાકલ કરી. વૃક્ષને ઉખેડીને નાખ્યા અને પૂંછે ફેરી કરી વરુણના પુત્રને એકઠા કરી બાંધ્યા ત્યારે વરુણ રાજા આવીને હનુમંતને હાકલ કરે છે કે તેં મેલી વાનરવિદ્યા રણમાં કરી છે. ગુસ્સે થયેલ રાજા રથમાંથી ઊતરી હનુમંતને બાથમાં લઈ, તેના વાળમાં ગ્રહ્યા અને મુષ્ટપ્રહાર કરવા લાગ્યો ત્યારે પાછળથી રાવણ તેની મદદે આવ્યો. તેણે હનુમંતને ઉપર કર્યો અને વરુણને બાંધીને રથમાં નાંખ્યો. પછી વરુણના બંધન છોડી નાખ્યા અને રાવણને જુહાર કીધો. વળતો વરુણ રાય કહે છે, મારું શીશ તમને નમાવું છું. વરુણે પુત્રને રાજ્ય સોંપી પોતે સંયમ લીધો. દોહા આમ વરુણને જીત્યો પછી વરુણને જુહાર પ્રણામ) કરી સ્થાનકે સ્થાપ્યો. ત્યારે વરુણે પોતાની સત્યવતી' નામની કન્યાને હનુમંતને યોગ્ય વર જાણી તેની સાથે પરણાવી. ઢાળ એકવીસમી રાવણે પણ હનુમંતની પ્રશંસા કરી કાનનાં કુંડળ આપ્યાં અને ઘણા વેશ આપ્યા, તેમ જ પોતાની ભાણેજ પદ્મિની આપી. વળી તેને હજાર વિદ્યાધરી પરણી. સુગ્રીવની બેટી જેને પરણી હતી તે પિયુ ઉપર તેને ઘણો રાગ હતો. સુગ્રીવ, હનુમંતને રામની કથા રામાયણમાં ચાલશે. દોહા અનંગની પુત્રી કુન્નુમા હનુમંતને પરણી અને બીજી એક હજા૨ વિદ્યાધરી હનુમંતને પરણાવી. હનુમંત રાવણનો આદેશ લઈ, નારીઓને પરણી ૧. લોકપ્રસિદ્ધ કથામાં હનુમાન કુંવારા છે, પણ જૈન રામાયણ' અનુસાર હનુમાન પરણેલા છે. વિશ્વભરમાં રામાયણની વિવિધ પરંપરાઓ વ્યાપ્ત છે. થાઈલેન્ડ વગેરેની પરંપરામાં પણ હનુમાન વિવાહિત છે. 260 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy