________________
ના કહે છે પરંતુ તેને દુઃખ થાય છે કે તેણે શ્વસુરપક્ષના લોકો વચ્ચે મારી લાજ લીધી હોય તો હું સાસુને મુખ કેમ બતાવીશ? અંજના મનમાં વિચારે છે કે હું જિનનું નામ લઈશ અને અવસર આવતાં સંયમ લઈશ. પવનજી મંત્રીને કહે છે કે જેનું મન પરાયા પુરુષમાં ૨મે છે એને મેં ચકવીની જેમ ગામમાં મૂકી દીધી છે ત્યારે મંત્રીજી રાજાને વિનવતા કહે છે કે તમે મનમાં આવો ભ્રમ ન રાખો, તેના વચન ૫૨ રીસ રાખીને એમ ન માનો કે તે પરાયો પુરુષ વાંછે છે. તે તો એકદમ શિયળનું પાલન કરતી જાણે મોક્ષગામી જતી હોય તેમ આચરણ કરી રહી છે.
દોહા
મંત્રીના વચન સાંભળી રાજાનું ચિત્ત કોમળ થયું અને મંત્રીને કહે છે કે ફક્ત તેના વચન ઉપરથી મેં તેને દુભાવી છે, મારા મનમાં તે પ્યારી વસે છે.
ઢાલ પાંચમી
પવનજી મિત્રને કહે છે કે જે હું હમણાં યુદ્ધમાં જાઉં તો નારી માનું પાપ લાગે અને જો પાછો વળું તો પ્રજામાં હાસ્યાસ્પદ બનું. ત્યારે મિત્ર કહે છે કે આપણે છાનામાના જઈશું અને સેનાપતિને કહે છે કે અમે જાત્રા કરીને આવીએ ત્યાં સુધી તમે સૈન્યને સંભાળજો. છૂપી રીતે આવીને અંજનાના કમાડ ઠોક્યાં ત્યારે વસંતમાલા ઉતાવળમાં ગાળ બોલતી કહે છે કે શૂરા પુરુષ તો કટકે ગયા છે, લંપટ લોક રખવાલ રહ્યા છે તો હું સવારે રાજાને કહી તેની ખાલ કઢાવીશ. ત્યારે પુરોહિત મંત્રી કહે છે કે એ તો અંજનાના પતિ છે. વસંતમાલા આવીને નિહાળે છે અને કહે છે સતી સામાયિકમાં છે તેથી હમણાં થોડી રાહ જુઓ. ધર્મક્રિયા કરી અંજના આવે છે ત્યારે પવનજી તેની ક્ષમા માગે છે ત્યારે અંજના કહે છે, સ્વામી! એમ ન બોલો. જેવી પગની મોજડી તેવી પુરુષની નાર. ત્રણ દિવસ તેઓ અંજનાને ઘરે રહ્યા તેટલામાં તો અંજનાએ રાજાનું ચિત્ત હરી લીધું. અંજના પવનજીને કહે છે કે તમે જે પ્રચ્છન્ન ગતિએ આવ્યા તે રાજા રાણીને જણાવજે. પવનજી વસંતમાલાને અંજનાનું ધ્યાન રાખવાની ભલામણ કરે છે તેઓ મંત્રીને રાજ્યનું ધ્યાન રાખવા કહે છે અને રણમાં પૂંઠ ન બતાવતાં, યુદ્ધ કરતાં મરણ આવે તો તે ભલું પણ હાર ભલી નહીં અને રાજાને કહે છે જેમ શ્રાવણ માસે
અંજના સતીનો રાસ * 251