________________
મયણરેહા, દ્રોપદી આદિ મહાસતીજીઓનો ઉલ્લેખ છે. આ પદ્યોમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે ચોવીસ તીર્થકરોની સર્વ સાધ્વીજીઓ અડતાલીસ લાખ અને સિત્તેર હજાર આઠસો હતી.
અંતિમ ૧૦૬થી ૧૧૦ પદ્યોમાં સંત જયમલજી પોતાના નામનો, રચના સ્થળનો, રચનાકાળનો ઉલ્લેખ કરી સાધુવંદણામાં ઉલ્લેખિત સંત સતી-જાતિ આદિની ભક્તિ કરી ૧૧ સ્વાધ્યાય કરવાની પ્રેરણા આપે છે. ઉપસંહાર
આગમ આધારિત અને જ્ઞાની આચાર્યો દ્વારા ગ્રંથોમાં ઉલ્લેખિત અનેક સંતપુરુષોના નામ અને કર્તુત્વ દ્વારા દાન, શીલ, તપ, ભાવ-રૂપ ધર્મ-ધર્મનો મહિમા બતાવવામાં આવ્યો છે.
આવાં સુંદર અને મહત્ત્વના રાસાસાહિત્ય ઉપર વિશેષ વિવેચન કે ટીકા સાહિત્ય ઉપલબ્ધ નથી. શ્રી રસિકલાલ છગનલાલ શેઠે વડોદરાથી “શ્રી મોટી સાધુ વંદણા' નામના ૧૬૬ પૃષ્ઠ લઘુપુસ્તકમાં આના પર સુંદર વિવેચન કર્યું છે. અને મોટા ભાગની કથાઓ સંક્ષિપ્તમાં આપી છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમા અધ્યયનમાં અત્યંતર તપના છ પ્રકારો બતાવવામાં આવ્યા છે. એમાં સ્વાધ્યાય એક છે. (સૂત્ર ૩) સૂત્ર ચોવીસમાં સ્વાધ્યાયના પાંચ પ્રકારો કહેવામાં આવ્યા છે – વાચના (અધ્યાપન) પૃચ્છના, પરિવર્તના પુનરાવૃત્તિ) અનુપ્રેક્ષા (અર્થચિંતન) અને ધર્મકથા. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૭મા અધ્યાયના ૧૯મા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે સ્વાધ્યાય સૂત્ર વડે જીવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષીણ કરે છે. કાંક્ષા-મોહનીય કર્મનો નાશ કરે છે. વ્યંજન-લબ્ધિ (વર્ણ-વિદ્યા)ને પ્રાપ્ત કરે છે, તથા ધર્મકથા વડે પ્રવચન (આગમ)ની પ્રભાવના કરી કલ્યાણકારી ફળ આપનાર કર્મોનું પુણ્યનું) ઉપાર્જન કરે છે.
આમ આ સાધુવંદણાનો સ્વાધ્યાય કરવાથી આગમ કથાઓનું જ્ઞાન, સંયમની પ્રમોદભાવના, આદિ નિર્જરાથી કર્મોનો ક્ષય થાય છે.
સંપાદકીય નોંધ : શ્વેતાંબર પરંપરામાં ચંદ્રગુપ્તની દીક્ષાના ઉલ્લેખ વિશેષરૂપે મળતા નથી, પણ આ “સાધુવંદનામાં દૃષ્ટિગોચર થાય છે, એ વિશેષ છે. આ સાધુવંદનામાં વિવિધ આગમોની કથાઓનો સુંદર સંચય કરવામાં આવ્યો છે.
246 * જૈન રાસ વિમર્શ