________________
આત્મકલ્યાણ કરનાર ગર્ગાચાર્યનો (અધ્ય.૨૭) ઉલ્લેખ છે.
આમ આ પદ્યમાં એકત્વાદિ વૈરાગ્યની ભાવનાઓ, સંતોષ ધર્મ એકત્વાદિ સંયમ લેવા ફળની નહીં પણ વૈરાગ્ય અને આચારની મહત્તા, નિદાન નિષેધ, અહિંસા, પાલન, નિમિત્તથી ઉત્પન્ન થતું વૈરાગ્ય, સ્વયંબુદ્ધ પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત સંયમમાં સ્થિરીકરણ, જ્ઞાનદર્શન-ચારિત્ર એ જ મોક્ષ માર્ગ. આદિ વિષયોને ભગવાન મહાવીરની અંતિમ દેશના રૂપ આગમમાંથી લેવામાં આવતા આ વંદણા અનુપમ સ્વાધ્યાય અને વૈરાગ્યનું નિમિત્ત બને છે.
(૪) આ પછી પદ્ય ર૭થી ૩૮ સુધી શ્રી ભગવતી સૂત્રના આધાર નીચેના અધિકારો લેવામાં આવ્યા છે.
૧. ખંધક સન્યાસી શતક ૨/૧ ૨. ઋષભ દત્ત – દેવાનંદા શતક ૯/૩૩ ૩. સુદર્શન શેઠ શતક ૧૧/૧૧ ૪. શિવરાજ ઋષિ અને ગાંગેય અણગાર શતક ૧૩/૩ર ૫. જયંતિ શ્રાવિકા શતક ૧૨/૨ ૬. સતી સુદર્શના ૭. કાર્તિક શેઠ ૮. ઉદાયન રાજર્ષિ ૯. ગંગદત્ત ગાથાપતિ ૧૦. આણંદ મુનિ ૧૧. સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારો ૧૨. સિંહ અણગાર ૧૩. રોહ અણગાર.
જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો જૈનદર્શનમીમાંસા અને વૈજ્ઞાનિક તત્ત્વો જેવા અનેક વિષયોને ઉજાગર કરનાર શ્રી ભગવતી સૂત્રમાંથી લીધેલી ઉપરની કથાઓનું સ્વાધ્યાય કરવાથી નીચેનાં તથ્યો જાણવા મળે છે. લોક-જીવ વગેરે શાશ્વત કે અશાશ્વત, માતા-પિતાને ધર્મમાર્ગે ચડાવી એમનું ઋણ ચૂકવવું, કાળના ચાર ભેદ, તેજલેશ્યા આદિ.
(૫) ત્યાર બાદ ધર્મકથાનુયોગ – આગમ-જ્ઞાતા-ધર્મકથાની નીચેની કથાઓ પદ્ય ૩૯થી ૫૪ સુધી લેવામાં આવી છે. ૧. મુનિ મેઘકુમાર
અધ્ય. ૧
242 * જૈન રાસ વિમર્શ