SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તકંઠે પ્રમોદભાવના રજૂ કરવામાં આવી છે. આ સર્વે મોક્ષ પધારેલા અથવા મોક્ષગામી મહાત્માઓની સ્તુતિથી આ રાસે પ્રાર્થનાનું સ્વરૂપ પણ લીધું છે. પ્રસ્તુત સાધુવંદણાને “મોટી સાધુવંદણા” કહેવામાં આવે છે. કારણ કે સંવત ૧૮૩૮માં મુનિ આસકરણજીએ “બુર્સી ગામમાં નાની સાધુવંદણાની રચના કરી હતી. એમાં ૧૦ પદ્યોમાં સાધુજી વિષે બહુ સુંદર ગુણ-સ્તુતિ કરવામાં આવી છે. આજે પણ જેનસમાજમાં આને “નાની સાધુવંદણાના નામથી જ ઓળખવામાં આવે છે. આમ સંવત ૧૮૦૭માં મોટી અને સંવત ૧૮૩૮માં નાની સાધુવંદનાની રચના થયેલી છે. રાસના પ્રારંભમાં જ “નમુ અનંત ચોવીસી ઋષભાદિક કહી ધર્મ નાયક – જે ધર્મનું મૂળ છે – ની મહત્તા બતાવી છે. ૧૩મી ગાથાથી કપિલ મુનિવર આદિ ઉત્તમ પુરુષોની સ્તુતિથી શરૂઆત કરી ૧૦પમી ગાથામાં દમયંતી સતી સુધી અનેક સાધુ, સાધ્વી, શુદ્ધ પંચ મહાવ્રતધારી જાતિઓ” અને “સતિઓની અમર ગાથા સંક્ષિપ્તમાં બતાવવામાં આવી છે. રચનાકાર, રચનાકાળ અને રચના સ્થળ આ રાસની રચના “ઋષિ જેમલજી' અથવા જયમલજી મહારાજશ્રીએ રાજસ્થાનના “ઝાલોર' નામના ગામે સંવત ૧૮૦૭ (સન ૧૭૫૧)માં કરી હતી. એમનો જન્મ મેડતા નગરી મારવાડી પાસે આવેલા લાંબીયા ગામમાં વિ.સ. ૧૭૬પ (સન ૧૭૧૯)માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ મોહનદાસ મહેતા અને માતુશ્રીનું નામ મેમાદે મહિમાદેવી) હતું. માતાપિતા ધર્મનિષ્ઠ હતાં. તેમની અસર બચપણથી જ જયમલજી પર પડી હતી. એની ધર્મવૃત્તિને પ્રોત્સાહન મળ્યું. શ્રી ધર્મદાસજી સંપ્રદાયના શ્રી ભૂદરજી મહારાજ તરફથી તેમના સમાગમમાં આવવાથી જુવાન વયે વૈરાગ્યવાસિત બન્યા અને વિ.સં. ૧૭૮૭ના માગસર વદ બીજના દિવસે બાવીસ વર્ષની ભરયુવાન વયે મેડતા ગામમાં જ તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને તપ અને જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના શરૂ કરી. સોળ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યો. સાથે સૂત્રસિદ્ધાંતનું અધ્યયન પણ કરતા હતા. તેમના તપની વિશિષ્ટતા એ હતી કે પાંચ વર્ષ સુધી પાસું ઢાળીને નિદ્રા લીધી ન હતી. કોઈ વાર બેઠાબેઠા નિદ્રા આવી જતી, આ રીતે શાસ્ત્રનું શ્રી સાધુવંદણા રાસ 239
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy