________________
રૂપલબ્ધતાના મોહવશ વધુ નીચે પાડવાની ગતિ. વણિકપુત્રની હાલકડોલક પરિસ્થિતિ દર્શાવી છે.
નિયમનું મહત્ત્વ – નાનો નિયમ પણ પરિણામ અતિ મહાન અને ભવ્ય હોય છે. કવિ જિનેશ્વર ભગવંતના શાસન દરમિયાનના દાનાદિક કાર્ય અને હરિબલના નાના નિયમના ફલની તુલના કરે છે.
નિયમગ્રહણ પૂર્વેની હરિબલની સ્થિતિ તથા તેની વર્તમાન સ્થિતિની તુલના કરતાં કવિ હિંસાના કર્મફલરૂપ અંધાર ઘેરા ભાવિને જીવદયાની દીવીના પ્રકાશે ઝળહળતા કરી શકાય છે. જીવદયા વ્રત એ સાફલ્યની ગુરુચાવી છે.
અમૃતનું એક ટીપું વિશાલ જલરાશિમાં પડે તો તે સાગર અમૃત બની જાય. તેમ નાનકડો જીવદયાનો અહિંસાનો નિયમ જીવનને કેટલું સુંદર બનાવી શકે છે. સર્વે જીવો સાથે મૈત્રી કેળવો, અહંકાર અને અજ્ઞાન ધર્મ આડેનું વિબ છે. ધર્મનું પાલન જેવાતેવાથી થતું નથી. દઢતાનો અભાવ અને ચંચલ મન એ ધર્મ આડેનું વિઘ્ન છે. વાંદરાની જેમ એક ડાળથી બીજી ડાળે કૂદકા મારો તેવું મન ધર્મને પામી શકતું નથી.
આમ ધર્મ ઉપદેશ ઉપરાંત સામાન્ય જ્ઞાનમાહિતી, બોધ વગેરે કથામાં ગૂંથી લેવાની મધ્યકાલીન રાસસાહિત્યની પરંપરાનુસાર આ કૃતિમાં પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં કવિએ એ અંગેની માહિતી આપી છે.
આમ કવિ ભાવરત્નસૂરિએ વિક્રમના અઢારમા શતકમાં રચેલી હરિબલ રાસ' નામની આ રાસકૃતિ આપણા મધ્યકાલીન રાસસાહિત્યની એક મહત્ત્વપૂર્ણ સર્જક કૃતિ બની છે.
અસ્તુ
આ રાસ ડૉ. દેવબાલાબેન સંઘવીના હરિબલ રાસના અપ્રકાશિત શોધ નિબંધને આધારે તૈયાર કર્યો છે. તે બદલ તેમનો હાર્દિક આભાર. સંદર્ભ સૂચિ ૧. હરિબલ રાસ' – ભાવ રત્નસૂરિ – સં. ડૉ. દેવબાલા સંઘવી - સંશોધક
ડો. દેવબાલા સંઘવી ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ – મોહનલાલ દલીચંદ દેસાઈ ૩. ગુજરાતી સાહિત્યના સ્વરૂપો – ડૉ. મંજુલાલ મજમુદાર.
હરિબલ પાછીપાસ * 237