SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ પણ વિશેષ છે. મનનો અનુરાગ અને વણિકની અગમબુદ્ધિનો વિગ્રહ અહીં આલેખાયો છે. - હરિબલના હૈયાની હાલકડોલક હાલતનું કવિએ અહીં સુંદર વર્ણન કર્યું છે. રાજાનો અપરાધી થઈ, પકડાઈ જતા મૃત્યુદંડ પામવાનો ભય તેના ભીરુ હૈયાને સતાવે છે. પ્રકૃતિવર્ણનોમાં લંકાના ઉપવન-ઉદ્યાનનું વર્ણન આ કથાનકના અંશ બની શકે તેમ છે. કવિએ સુંદર સાગર વર્ણન કર્યું છે. દેખઈ વેલ ઉદ્યાન, દરિયજલ આસમાન, વિષયતરંગ આ કિમ તરુ એ ઉદધિ, આતંક, કિમ જ્વરાયલંક, યાન પાતર પણિ નહીં ઈહાં' (ઢા-૧૩) હરિબલે જોયેલા સાગરના વર્ણનની છ કડીમાં કવિની કલ્પનાશક્તિ ઝળકે છે. વિવિધ આકાર પ્રકારનાં માછલાં સમુદ્રછોળે પળમાં નજીક આવે તો પળમાં દૂર ચાલ્યાં જાય છે. આ માછલાંઓની ગતિ, મોટા મગરમચ્છની નાના પર ચોટ, ઊંચે ઊછળી નીચે પછડાતા વિશાળકાય મોજા, જળમાં રચાતી ભમરી આ સર્વનું સુંદર ચિત્ર કવિએ આલેખ્યું છે. કવિની કલ્પના અનુસાર સાગરના મોજાના શ્વેત ફીણના ગોટેગોટા હસતા સાગરની દૂતાવલિ છે. સુવર્ણની લંકા પ્રતિબિંબ પડતાં પીળા હરતાલના રંગના મોજાં ઉછળે તે જાણે તે વડવાનલની જ્વાલા સમાન તથા બાકીના કાળા નીર તે વડવાનલના ધુમાડા સમાન લાગે છે. જલ ગંભીર ભમરા પડઈ રે, કિંતાઈ ન દીસઈ તીર રે, હસઈ સાયર ઈજ જણાઈ રે ફીણના ગોટા ગોટ રે સોવન ગઢ છાયા પડી રે જલ પીલાં હરતાલ રે પવન ઝકોલઈ ઊછલઈ રે વડવાનલની ઝાલ રે કથાના ખલનાયક મદનવેગની સ્થિતિ તેની કામપીડિત દશા વિગતે નિરૂપી છે. આ પીડામાંથી બહાર આવવા માટેના તેના પ્રયાસો હરિબલને મારી નાંખવા સુધી પહોંચે છે. વળી તે વાત વસંતશ્રી સમક્ષ કબૂલી લેવા સુધીની કક્ષાએ તેની મૂઢતા પહોંચી જાય છે. - હરિબલની બંને સુંદર પત્નીને જોતાં તેનો કામવાસનાનો કીડો ફરી ઉદ્દીપ્ત થાય છે. અને બળાત્કારની તૈયારી બતાવે છે. કુસુમશ્રીના વિદ્યાના હરિબલ માછરાસ *233
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy