________________
કરેલું સાગરવર્ણન કવિની કલ્પનાસમૃદ્ધિ અને અલંકાપ્રભુત્વને લીધે યાદગાર બની રહે છે.
જંગમ અલકા જાણીઈ કનકઈ મરૂ હરાય' એવું કંચનપુર તેનો રાજા જોધા અરિયણ જેહથી વેડિંડર યઉ વિશ્રામ' એવો શત્રુજિત વસંતસેન, કવિએ વસંતશ્રીનું નખશિખ સુંદર વર્ણન કરેલું છે.
ચરણ કનકના કાછલા રે ઉર ગજરાજની શુંડ નાભિ ગંભીર સોહામણી રે જાણીઈ અમૃત કંડ રે પોયણ પાન ક્યું કુથલી રે પાતાલપેટી સુવાન નિરમલ તીષી નાસિકા રે સુંદર અંગ સંધાન રે.
તેમના મતે વસંતશ્રીની સુંદરતા કેટકેટલાયે યોદ્ધાઓને પરાજિત કરે તેવી છે. બીજી તરફ શ્રેષ્ઠીપુત્ર હરિબલ નારીનાં દોષપક્ષને જ વિચારતો. ગરજે ગહિણી, પુરુષન ઈ. પાડઈ પાર્પિણી, વહુઈ વાઘણિ સારિખી
શ્રેષ્ઠી હરિબલને વસંતશ્રી ત્યજવા યોગ્ય છે એવું લાગે છે. છતાં તેના મનને લોહચુંબકની જેમ ખેંચે છે. રાજા મદનગની રૂપલબ્ધ દષ્ટિએ થયેલું વસંતશ્રીનું વર્ણન ચિત્રાત્મક અને તાદશ છે. તેનો આશ્ચર્યયુક્ત અહોભાવ જુઓ
“અહો અહો ઘાટ સુઘટ ઘડ્યો મુખ તેજ તપઈ છઈ પ્રદીપ – જંગમ જવહિર જાષિતાએ અમૃતવલ્લી સુરંગ.'
વસંતશ્રી વિના મદનવેગને મહેલ, વૈભવ, રાજ્ય અને જીવન સુધ્ધાં શૂન્ય, નિષ્ફળ, વ્યર્થ ભાસે છે.
કુસુમશ્રી માટે કવિએ પદ્મિની, કમલમુખી, હરણાંષી, ચતુરા, નવયૌવનબાલિકા જેવા વિશેષણો પ્રયોજ્યાં છે.
પુરુષપાત્રોના સૌંદર્યવર્ણનમાં શ્રેષ્ઠીપુત્રી હરિબલના રૂપની મોહકતા આ રીતે આલેખી છે.
શિર પાઘ છોગાલો, રૂપાલો, વાંકડી મુંછાલો રતિપતિનો અવતાર, ભોગી ભ્રમર સોહામણો' માછી હરિબલની તુલનાએ થતું શ્રેષ્ઠી હરિબલનું વર્ણન પણ રોચક છે.
હરિબલ માછીરાસ 231