________________
નૃત્યસંગીતનું વર્ણન – ઠમક ઠમક પાય વિછુઆ ઠમકે રમઝુમ ઘુઘરી વાગે રે ઝાંઝરડાના ઝમહારામાં વ્રત સઘળાં ઈમ ભોજે રે વેશભૂષાવર્ણન – ઝળહળ કાને ઝાલ ઝબૂકે હરીએ સાળુ અતિ દીપે રે કેટલાક અલંકાર જુઓ - મુંને ડંખ્યો વિરહભુજંગ કોઈ ઉતારો રે (રૂપક) મારી ફ્લ સમી દેહડી દાધી રે જલ માંહે રહે જિમ કોરું (ઉપમા) પ્રાણનાથનાં પગલાં થાતાં આંગણું નાચવા લાગ્યું રે મંદિર હસીને સામું આવે રે સજીવારોપણ) આજ મારે આંગણે આંબો મોર્યો આજ મારે ઘેર ગંગા આવી (અન્યોકિત).
સો બાળક જે સામટા રૂ તો પાવઈ ન ચડે પાનો રે તેમ જ (દષ્ટાંત) કામવિજયની વાત કવિ યુદ્ધની પરિભાષામાં કરે છે.
જાલીમ મયણને જેર કરીને જીત નિશાન બજયા રે તો વળી સંયમસ્વીકારની વાત કવિ પરિણયની પરિભાષામાં કરે છે. “મેં પરણી સંજમ નારી રે.
સહેજ તુજ શું વાત કરું તો ચડશે તેહને રે, તલવારની ધાર પર રાખે પણ લાખિણો લટકો રે.
કૃતિને નવરસો સંજ્ઞા અપાઈ છે પણ અહીં નવે રસોની કોઈ ઉત્કટ રસનિષ્પત્તિ કે કાવ્યચમત્કૃતિ વરતાતી નથી. જ્ઞાનસાગરજીકૃત યૂલિભદ્ર નવરસ-ગીત :
આ કૃતિના કવિ અંચલગચ્છની પરંપરામાં માણિક્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરજી છે એમનો કવન કાળ વિક્રમની ૧૮ મી સદીના પૂર્વાર્ધનો છે. ન્યાનસાગરને નામે પણ તેઓની ઓળખ મળે છે એમનો આરંભ સ્થૂલિભદ્રને રાજ્યનું તેડું આવે ને કોશા એમને ન જવા વીનવે તે પ્રસંગથી થાય છે
જ્યારે આ કૃતિમાં સંયમ સ્વીકાર કરીને ચાતુર્માસ માટે આવેલા સ્થૂલિભદ્રને કોશા ચિત્રશાળામાં વસવા પ્રણયભીનું ઈજન આપે છે તે પ્રસંગથી થાય છે.
સ્થૂલિભદ્ર નવરસો +221