________________
સાચો જોગી તો જંગલ સેવે અને તો જ જોગીનો જોગ જળવાય. અહીં તો છે ગીત-સંગીત-નૃત્ય-ઝાંઝરના ઝમકાર ને મુખનાં મરકલડાં. એના ફંદમાં કોણ ન પડે?” પણ કોશાનાં કોઈ ઈંગિતો કામિયાબ થયાં નહીં. સ્થૂલિભદ્ર અવિચલિત રહ્યા.
પાંચમી ઢાળમાં ચોથીનું જ સાતત્ય છે. કોશાની વસ્ત્રાલંકાર, વેશભૂષા અંગચેષ્ટા, ગાનવાહન બધું જ નિષ્ફળ. જળમાં કમળની જેમ સ્થૂલિભદ્ર કોરા જ રહ્યા.
છઠ્ઠી ઢાળમાં હવે સ્થલિભદ્રનો કોશા પ્રતિનો સંબંધ આરંભાય છે. તેઓ કહે છે, મને ચલિત કરવાના તારા પ્રયાસો નિરર્થક છે. સંયમમાર્ગેથી હું ચળનાર નથી. મારું સગપણ શીલ સાથેનું છે. ચંદ્ર અંગાર વરસે, સમુદ્ર મર્યાદા મૂકે, પવનથી કનકાચળ ડગે, નક્ષત્ર માર્ગ ચૂકે તોપણ હું તારે વશ થનાર નથી.”
સાતમી ઢાળ કોશાના પ્રત્યુત્તર રૂપે છે. “બાર બાર વર્ષની બંધાયેલી પ્રીતિનો આપેલો કોલ તમે તોડી રહ્યા છે. એક સમયે મને મસ્તકે બેસાડી, હવે મૂળમાંથી તરછોડો છો.’ નાગર કોમને ઉપાલંભ આપતાં કહે છે, “જે મોઢેથી મીઠું મીઠું બોલે ને કાળજે કપટ રાખે.”
આઠમી ઢાળમાં સ્થૂલિભદ્ર કોશાને કહે છે હું સંયમનારીને વર્યો છું. એ કામણગારી સંયમનારી મારો સંગ ત્યજતી નથી. એ મને તારાથી અળગી રાખે છે. તે મારી ચોકી કરે છે. મુહપત્તિ, માળા ને ઓઘો મારી રક્ષા કરે છે. ચોરનું જોર ત્યાં સુધી જ હોય જ્યાં સુધી માલિક નિદ્રામાં હોય ને જાગે નહીં.”
સ્થૂલિભદ્રનાં આ મર્માળાં વચનોથી પ્રતિબોધિત કોશા સમકિતને પામી.
નવમી ઢાળ સ્થૂલિભદ્ર પ્રત્યે કોશાની કતજ્ઞતાની છે એ નિમિત્તે એ નિમિત્તે છેલ્લી ઢાળ સ્થૂલિભદ્રનું પ્રશસ્તિગાન બને છે. સ્થૂલિભદ્રનાં વચનોથી પ્રતિબોધિત થયેલી કોશાએ બાર વ્રતો સ્વીકાર્યા. પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તે કહે છે સ્થૂલિભદ્રનાં માતાપિતા ગૌતમ ગોત્ર નાગરીન્યાત સાતબહેનો શ્રાવક બંધુ, ગુરુ સૌ સ્થૂલિભદ્રના ધર્મવિચારથી ધન્ય બન્યા છે ને મારો જન્મારો પણ ધન્ય બન્યો છે
પછી સ્થૂલિભદ્ર ચાતુર્માસ પૂર્ણ કરીને ગુરુ સંભૂતિવિજય પાસે પહોંચ્યા ગુરુએ દુષ્કર કહીને એમને સત્કાર્ય કવિ કહે છે. ચોર્યાસી ચોવીશી સુધી
સ્થૂલિભદ્ર નવરસો *219