SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જ રહ્યું છે. એટલે અહીં પણ “નવરસોનું અંતિમ લક્ષ્ય તો વૈરાગ્યભિમુખતા જ છે. જે કવિ એક કૃતિમાં આસક્તિના ભાવ નિરૂપી શકે છે એ કવિ અન્યત્ર વિરકિતના ભાવ પણ કેવા નિરૂપી શકે છે એની તીવ્રતા દર્શાવવા માટે કવિની બને કૃતિઓનો આધાર લઈને આવી લોકવાયકા પ્રચલિત થઈ હોય. સ્થૂલિભદ્રજી એ જિનશાસનનું એક વિરલ વ્યક્તિત્વ છે. આપણે જે માંગલિક સાંભળીએ છીએ – મંગલે, ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલિભદ્રાદ્યા, જિનધર્મોડસ્તુ મંગલમ્' એમાં પણ સ્થૂલિભદ્રનું સ્મરણ કરવામાં આવે છે. આગળ ઉલ્લેખ કર્યો તેમ, મધ્યકાળમાં સ્થૂલિભદ્ર કોશાને વિષય બનાવીને વિપુલ સાહિત્ય સર્જાયું છે. અને એનો આધારસ્ત્રોત છે. આગમ-આગમેતર ધર્મગ્રંથો જેવા કે ઉત્તરાધ્યનસૂત્ર, ઉપદેશમાલા, શીલોપદેશમાલા, યોગશાસ્ત્ર, ભરતેશ્વરબાહુબલિવૃત્તિ, ઉપદેશ પ્રસાદ વ. શ્રી સિદ્ધાર્થસૂરિએ ‘ઉપદેશમાલા' પરની સંસ્કૃત ટીકામાં લખ્યું છે કે, ગિરી ગુહામાં વિજને વનાન્તરે, વાસં શ્રવંતો વશિનઃ સહસ્રશ; હમૅતિ રમ્ય યુવતી જનાન્તિકે વશી સઃ એક શકહાલનંદન” પર્વતમાં, ગુહામાં, એકાંતમાં અને વનમાં ઇન્દ્રિયોને વશ રાખનારા હજારો છે, પણ અતિરમ્ય હવેલીમાં અને નારીના સાનિધ્યમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો એક શકડાલપુત્ર (સ્થૂલિભદ્ર) જ છે.) સ્થૂલિભદ્ર નવરસો : ઉદયરત્નજીએ આ રાસની રચના સં. ૧૭૫૯ ને માગશર સુદ ૧૧ના રોજ ઊના મુકામે કરી હતી. આ કૃતિનું અપરનામ “સ્થૂલિભદ્ર સંવાદ' છે એ આ કૃતિની રચનારીતિનું નિર્દેશક છે. ૯ ઢાળમાં રચાયેલી આ કૃતિનું કથાનક મુખ્યતયા યૂલિભદ્ર અને કોશાના સંવાદરૂપે ગતિ કરે છે. કૃતિનો આરંભ આઠ દુહાથી કરાયો છે. ઢાળોમાં કથાનક જે બિંદુએથી શરૂ કરવું છે તે અગાઉની સ્થૂલિભદ્રના જીવનની એક સંક્ષિપ્ત ભૂમિકા કવિ આ દુહાઓમાં બાંધે છે. પ્રારંભે મહાવીર પ્રભુને નમસ્કાર છે. પછી પાટલિપુત્રનરેશ નંદરાજાના મંત્રી તરીકે પિતા શકવાલ, માતા લાછલદે, સાત બહેનો, ભાઈ શ્રીયહ સમેતનો કુટુંબપરિચય, કોશા પ્રત્યેની આસક્તિમાં સ્થૂલિભદ્ર નવરસો *217
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy