________________
મોહનવેલિ, સ્ફૂરસવેલિ, સ્થૂશિયાળવેલ, સ્થૂનવરસો, સ્થૂબારમાસા, સ્થૂએકવીસો, સ્થૂઅઠાવીસો, સ્થૂબાસટીઓ, સ્થૂચંદ્રાયણિ, સ્યૂસાય, સ્થૂદુહાગીત, સ્થૂકક્કાવળી, થૂકોશા સંવાદ, સ્થૂલાવણી, (તથા ગદ્યમાં સ્થૂ ચિરત્ર બાલાવબોધ) આમ કોઈ મધ્યકાલીન જૈન પદ્યસ્વરૂપ એવું નથી જે સ્થૂલિભદ્ર-કોશાના વિષયોને સ્પર્ધું ન હોય.
અહીં મારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક નોંધપાત્ર જૈન સાધુકવિ શ્રી ઉદયરત્નજીની સ્થૂલિભદ્ર નવ૨સો કૃતિ જે સ્થૂલિભદ્ર રાસ અથવા ‘સ્થૂલિભદ્રસંવાદ’ને નામે પણ ઓળખાવાઈ છે એને વિશે વાત કરવાની છે.
ઉદયરત્નજી ઉપરાંત જ્ઞાનસાગરજીએ ‘સ્થૂલિભદ્ર નવ૨સ-ગીતની રચના કરી છે તો દીપવિજયજીએ ‘સ્થૂલિભદ્ર નવ૨સ-દુહા’માં નવરસોના ગેય કથાનકને દુહા છંદમાં નિરૂપ્યું છે. આ બન્ને કૃતિનો કેટલોક તુલનાત્મક પરિચય પણ પ્રસ્તુત કૃતિની સાથે અહીં કરીશું.
કર્તા ઉદયરત્નજી : આ જૈન સાધુકવિનાં જન્મ અને સ્વર્ગારોહણનાં વર્ષો અનુપલબ્ધ છે પરંતુ એમની કૃતિઓનાં ઉપલબ્ધ રચનાવર્ષાને આધારે એમનો કવનકાળ તેમ જ જીવનકાળ નિશ્ચિત કરી શકાય છે.
એમની રચનાઓમાં સૌથી વહેલું રચ્ચાવર્ષ ધરાવતી કૃતિ જંબુસ્વામી રાસ છે. એનું રચનાવર્ષ સં. ૧૭૪૯ છે. જ્યારે છેલ્લું રચના વર્ષ ધરાવતી કૃતિ હિરવંશરાસ અથવા રસરત્નાકર રાસનું સર્જન સંવત ૧૭૯૯માં છે. આમ વિક્રમના ૧૮મા સદીના પૂર્વાર્ધના વચગાળેથી લઈને સદીના અંત સુધીના એમનો જીવનકાળ સ્થાપિત કરી શકાય છે.
ઉદયરત્નજી તપાગચ્છના વિજ્યરાજસૂરિની પરંપરામાં શિવરત્નજીના શિષ્ય હતાં. પ્રાગ્ધાટ ઇતિહાસ'માં જણાવ્યા પ્રમાણે તેમ જ હંસરત્નજી વિશેની પ્રાપ્ત સજ્ઝાયને આધારે કહી શકાય છે. હંસરત્નજી અને ઉદયરત્નજી બન્ને ભાઈઓ જેમાં ઉદયરત્નજી નાના ભાઈ. માતાપિતાના નામ અનુક્રમે માનબાઈ અને વર્ધમાન. કવિ પોરવાડ જ્ઞાતિના હતા અને એમનો સ્વર્ગવાસ મિયાંગામમાં થયો હતો.
ખેડા અને આસપાસના પ્રદેશમાં ઉદયરત્નજીનો ઘણો પ્રભાવ હતો. ત્રણ નદીઓ વચ્ચેના બેટ પ્રદેશમાં ભાવસારનાં ૫૦૦ કુટુંબોએ તેમ જ સોજિત્રાનાં કેટલાંક પટેલકુટુંબોએ કવિના પ્રભાવથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એમની સત્પ્રેરણાથી ખેડાના એક સગૃહસ્થે શ્રી શંખેશ્વર તીર્થનો સંઘ
સ્થૂલિભદ્ર નવરસો * 215