SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નૃપમયંક વાણી સુધા, પ્રજા કર્ણ જિમ સીપ; અવિતથ મોતી નીપજે, સદા શરદ ઉદ્દીપ. ૪ નિત નિત નવલાં ભેંટણાં, મુખ આગળ દીપંત; કિધા ધાન ખળાં મનુ, ઋતુ આવે હેમંત. ૫. ભય હિમથી આનનકમળ, દાધા વેપથ શીત; અનમી જે આવિ નમ્યા, તિહાં શિશિર સુપવિત. ૬ નચ પુર નચ ઘર નચ વને, નહીં જક કોઈને આઘ; અન્ય દેશ રાજ ભણી, સદા હરંત નિદાધ. ૭ વિલસે સુખ નૃપપદ તણા, નિત નિત ચંદ્ર ભૂપાળ; આતપત્ર ધારી થકા, થયા અંગ રખવાળ. ૮ લઘવયથી કામદેવ જેવો રૂપવંત. ચંદરાજા ઉદયાચળ પર સૂર્ય શોભે તેમ રાજ્ય સિંહાસન પર બેઠો છતો શોભે છે. તેના દરબારમાં હાથીઓ હતાં જે શયામ શરીરવાળા હોવાથી મેઘની ઘટા જેવા મદજળ નીકળતું હોવાથી જળને વરસતા, ઉજ્વળ દાંતો હોવાથી વીજળી જેવા અને શબ્દ કરવા વડે મેઘગર્જનાનું ભાન કરાવતા હોવાથી ત્યાં પ્રત્યક્ષ પાઉસ (વર્ષા ઋતુ જણાતી હતી. ૧-૨ નાસિકામાંથી નીકળતાં જળ વડે કેસરની પચરકીનું ભાન કરાવનારા અને મોઢામાં નીકળતા ફીણ વડે અબીલનું ભાન કરાવનારા તેમ જ હષારવ વડે ધમાલનું ભાન કરાવનાર અશ્વો ત્યાં આનંદથી ખેલતા હતા. તેથી પ્રત્યક્ષ વસંત ઋતુ જણાતી હતી. ચંદરાજા રૂપ મૃગાંક (ચંદ્ર)ના મુખમાંથી વાણીરૂપે સુધા નીકળતી હતી, તેનું પ્રજા કર્ણરૂપ છીપ વડે પાન કરતી હતી અને તેથી સાચા મુક્તાફળો નીપજતા હતા તે શરદ ઋતુનું ભાન કરાવતાં હતાં. ૩-૪ નિરંતર નવા નવા ભટણા આવતાં હતાં તે જાણે મોઢા આગળ ધાન્યના ખળાં કરેલા ન હોય તેવા જણાતા હતા. તેથી પ્રત્યક્ષ હેમંત ઋતુ જણાતી હતી. ચંદરાજાના ભયરૂપ હિમથી જેના મુખકમળ સંકોચાઈ ગયા છે અને જેઓ ટાઢથી કંપે તેમ તેના ભયથી કંપે છે એવા અનેક રાજાઓ આવી આવીને ત્યાં નમે છે તે શિશિર ઋતુનું ભાન કરાવે છે. ૫-૬ ચંદરાજાનો ચસ * 207
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy