________________
ઘાતી કર્મ – આત્માના પ્રતિકૂળ છે. તેને દૂર કરવા, ઉચ્છેદ કરવા દેપતી મુનિવરો ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને, જિનેશ્વર પરમાત્માની જેમ રાધાવેધને સાધે છે અને રાધાવેધ થયે તે અપ્રતિપાતી કેવલજ્ઞાનને મેળવે છે. બંને મહાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આકાશમાં રહેલા દેવો મનોહર જય-જય શબ્દો ઉચ્ચારે છે. હે ભવ્યપ્રાણી! આ કથાનો મહિમા શિયળ ઉપર તથા નમસ્કાર મહામંત્રની ઉપર છે.
184 જૈન રાસ વિમર્શ