SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાનગરીની નજીક આવતાં અમરકુમારે પોતાના માણસો આગળ મોકલીને, સમાચાર માતાપિતાને રાજરાણીને મોકલી આપ્યા. આ સમાચાર મળતાં ધનાવહ શેઠ, રિપુમર્દન રાજા તેમ જ પરિવાર સૌ હર્ષિત થયા. સૌ દરિયાકાંઠે આવવા માટે નીકળ્યા છે. રિપુમર્દન રાજા જમાઈરાજનું સામૈયુ કરવા સૈન્ય સહિત આવે છે. ધનાવહ શેઠ ને ધનવતી શેઠાણી બાર વર્ષે દિીકરાનું મુખ જેવા માટે કાંઠે આવ્યા છે. રાજએ ચંપાનગરીને શણગારવા માટે આજ્ઞા આપી દીધી હતી. હોડીમાંથી ઊતરીને કિનારે આવતાં પુત્ર અને પુત્રવધૂને જોતાં શેઠશેઠાણી આનંદ પામ્યાં. દીકરી-જમાઈને જોઈને રાજારાણી પણ ઘણાં આનંદ પામ્યા. પ્રવાસની અવનવી વાતો કરતો અમરકુમાર માતા પિતા પાસે બેઠો છે. પોતાના પાપનો એકરાર પિતા સમક્ષ કર્યો. પ્રવાસની વાતો કરી. સુરસુંદરીની ચાતુરી, નવકારમંત્રની શ્રદ્ધા, શિયળની અડગતા, વગેરે ઘણી ઘણી વાતો કરી. માતાપિતાને હર્ષ ને દુઃખ બંને થયાં. ચરિત્રનાયિકા મહાસતી સુરસુંદરી પોતાના પરમ ઉપકારી શ્રી નવકાર મહામંત્રને ક્યારેય ભૂલતી નથી. નિયમને પાળતી થકી વધુ ને વધુ જપમાં તન્મય બને છે. પોતાની આરાધનાની સાથેસાથે મુનિ ભગવંતોને સુપાત્ર દાન આપે છે. આંગણે આવેલા કોઈ પણ પાછા જતા નથી. સતી કંઈ ને કંઈ પણ આપીને સંતોષતી હતી. દાકારના લાભ કેટલા | પુણ્ય યોગે મળેલી લક્ષ્મીને જે આપે છે. લક્ષ્મીનું દાન દે, દેવરાવે, દેતાં હોય તેમાં સહકાર આપે તો તે – કાર શ્રેષ્ઠ દેવલોક આપે છે. અર્થાત્ તે માણસને દેવલોકમાં સ્થાન મળે છે. નિશ્ચયથી તે દાતા દેવલોકને મેળવે છે. તો નકાર શું કરે! લક્ષ્મી ઘણી હોય પણ પોતાના પૂર્વના કર્મને અનુસરે તેની પાસે કોઈ માંગવા આવે તો શું કહે – ના મારી પાસે નથી. જે આપવાનો નથી. આંગણે આવેલાને અનુકંપાથી પણ ન આપે. તો સુપાત્રે લાભ ક્યાંથી લઈ શકે! તે માણસ લક્ષ્મીવાન હોવા છતાં પણ નકાર નરકે લઈ જાય છે. નિશ્ચયથી નકારને ભણતાં નરકમાં સ્થાન મેળવે છે. આવા અવગુણોથી દૂર રહેતાં દંપતી પોતાનાં દિવસો આનંદમાં પસાર કરે છે. મનુષ્યનાં સાત પ્રકારનાં સુખો કહે છે : ૧. શરીર નીરોગી હોય. ૨. દંપતીનો સુમેળ -- પતિ-પત્ની વચ્ચે ક્યારેય મતભેદ ન હોય. ૩. એક સ્થાનમાં રહે. ક્યારેય રખડવું ન પડે. ૪. દેવું-કરજ ન હોય. ૫. જ્યાં જાય ત્યાં માન મળતાં હોય ૬. સકલ કળામાં જાણકાર હોય. ૭. પુત્ર આદિ પરિવાર મહાસતી સુરસુંદરી રાસ +177
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy