________________
તેનાથી કારમી ચીસ નંખાઈ ગઈ. તે ચીસ સાંભળી ભાખંડ પક્ષીના કાન ચમક્યા. તે જીવતા માણસનો ક્યારેય શિકાર ન કરે. મળેલો શિકાર જીવતો છે જાણી તરત જ પક્ષીએ ચાંચ પહોળી કરી દીધી ને સુરસુંદરીને છોડી દીધી. સતીનો દેહ નસીબયોગે કોઈ વિદ્યાધર વિમાન લઈને જતો હતો. તેના જોવામાં સતી આવી ને તરત વિદ્યાબળે પોતાના વિમાનમાં ઝીલી લીધી. માનવભક્ષી ભારંડ પક્ષીના મુખમાંથી છૂટેલી સુરસુંદરી વિદ્યાધરના વિમાનમાં બેભાન પડી. વિદ્યાધરના વિદ્યાબળે સુરસુંદરીએ તરત જ ભાનમાં આવી. સતીનું રૂપ જોઈને વિદ્યાધર મનમાં હરખ્યો. સતી બોલી હું ક્યાં છું! તમે એક વિદ્યાધરના વિમાનમાં છો. ભાઈ! મને છોડી દ્યો. મારે મન તો મૃત્યુ જ શ્રેય છે. મારે તો વિસમ મૃત્યુ વિસામો છે, સ્ત્રીની વાત સાંભળી વિદ્યાધર બોલ્યો : બહેન તમારું આયુષ્ય બળવાન છે. આકાશમાંથી નીચે પડતાં તમારા પુણ્યથી હું આવી ગયો. તમે બચી ગયાં, માટે હવે મરવાનો વિચાર ન કરો. રે ભાઈ! મારી કથની કેટલી કહું! કમેં મારી ઉપર કાળો કેર વર્તાવ્યો છે. જે સાંભળતા, મારી હાંસી થાય છે. જગતમાં નવ વસ્તુ ગુપ્ત રાખવા જેવી છે, જેથી કરીને પસ્તાવું ન પડે. આયુષ્ય, ધન, ઘરનું છિદ્ર, ખાનગી વિચારણા, મૈથુન, ઔષધ, દાન, માન અને અપમાન. આ વસ્તુ ક્યારેય કોઈને કહેવી નહિ.
સુંદરીની વીતક કથા સાંભળીને ખેચરની આંખ પણ ભીની થઈ ગઈ. ખેચર વિચારવા લાગ્યો. હૈયામાં અહોભાવ જાગ્યો. ત્યાર પછી સતીને કહેવા લાગ્યો. હે બહેન! મારી વાત સાંભળ. હવે તારા દુઃખને ખંખેરી નાખ. આ તારો ભાઈ, માજણ્યો સમજજે. હવે મનમાં જરાયે દુઃખને ધારણ કરીશ નહિ. આજથી તું તારા ઈષ્ટદેવની અનન્ય ભક્તિ કરજે. અને ધર્મની આરાધના કરજે. મારું આ વચન તું સત્ય સમજી લેજે. નિશ્ચયથી હું તારા દુઃખને ખંખેરી નાંખીશ, જીવનનૈયા તારી ઝોલા-ખોયા છે. મને વિશ્વાસ છે કે તું હેમખેમ પાર ઊતરી જશે. કવિરાજા કહેઃ સભામાં બેઠેલા શ્રોતાઓ ચૌદ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે : ૧. હંસ જેવાઃ હંસ દૂધ પાણી ભેગાં હોય તો યે દૂધ દૂધ પીએ છે અને પાણી ત્યજે છે. તેમ સાર લેનાર શ્રોતાઓ. ૨. મહિષ પાડા જેવા: પાડો જેમ આખા તળાવને ડહોળે તેમ બોધ નહિ લેનારા અને કેવલ સભાને ડહોળનારા. ૩. શુક, પોપટ જેવા : પોપટ મુખપાઠ કરે છે. પણ અર્થ જાણે નહિ. તેમ શબ્દગ્રહી બની ભાવને નહીં જણનારા. ૪. શૈલ
166 * જૈન રાસ વિમર્શ