________________
આવી. બેભાન અવસ્થામાં હતી. એવે અવસરે આ નગરમાં એક વાત બની ગઈ. નગરના રાજાનો હાથી મદઝરતો મદોન્મત બનીને ગાંડો થઈ ગયેલ. બંધનમાંથી છૂટો થઈ નગરમાં ભારે કોલાહલ મચાવી રહ્યો હતો. અને તે ઘણા વેગથી આ દરિયાકિનારે આવી રહ્યો હતો. આ હાથી રસ્તાની ધૂળ રેતીને ઉડાડતો સુરસુંદરી જ્યાં બેઠી છે તે તરફ જ ધસી આવે છે. સુરસુંદરી તરફ ધસી આવતા હાથીને જોઈને લોકો દૂરથી ચિચિયારી પાડીને કહેવા લાગ્યા, રે બાઈ! ઝટ ઊભી થા! હાથી જો તારા તરફ જ આવે છે.
સતી ધડક ધડક છાતીએ શ્રી નવકાર મહામંત્રને ગણવા લાગી અને પોતાના કર્મને સંભારવા લાગી. ત્યાં તો હાથીએ સુરસુંદરીની કમરે સૂંઢ વીંટાળી લીધી. સતીએ પોતાની અંતિમ ક્ષણ જ સમજી લીધી. ક્ષણ વારમાં અમરની યાદ આવી ગઈ. રે અમર! તારો શો વાંક! મારાં બાંધેલાં કર્મે જ મને દુ:ખની ગર્તામાં નાખી છે. નમો અરિહંતાણં આટલા શબ્દો સતી બોલે તેટલી વારમાં તો હાથીએ સતીને ફૂલના દડાની જેમ આકાશમાં ઉછાળી કિનારે ઊભેલા લોકો આ દૃશ્ય જેઈ કારમી ચીસ પાડી ઊઠ્યા. પણ કરે શું! હાથી તે સુંદરીને ઉછાળીને સાગરમાં મસ્તી કરવા પડ્યો. લોકો બોલી રહ્યા છે કે ૨ે પાપી હાથીએ નિરપરાધી અસહાય બાઈને હણી નાખી. તે વેળાએ કોઈ પરદેશી વહાણ કિનારે લંગર નાખી ઊભેલું હતું અને તે અહીંથી ઊપડવાની તૈયારીમાં હતું. વિદાય લઈ રહેલા આ વહાણના લંગર ઊઠી ગયા, સઢ ચઢી ગયા. પવન અનુકૂળ હતો. ખારવાઓએ માછલાં પકડવા જાળ વહાણ ઉપર બાંધી રાખેલ. હવામાં ગોથા ખાતો સુંદરીનો દેહ એ જાળ ૫૨ પડ્યો. ધબાક કરતો અવાજ આવતાં વહાણમાં રહેલાં સૌ કોઈ ચમક્યાં. જાળમાં કોઈ સ્ત્રી આવીને પડી છે. ખારવાઓએ જાળને સાચવીને છોડી. સ્ત્રીને નીચે ઉતારી. સુરસુંદરી તો બેભાન હતી. માલિકની આજ્ઞાથી દાસીઓ સતીની સેવા કરવા લાગી.
સતી સ્ત્રીને ભાનમાં લાવવા વિવિધ પ્રકારના ઔષધોપચાર ચાલુ છે. સુંદરીને સ્વસ્થ જોઈને શેઠ આવ્યો. સવારે શેઠનો ચહેરો જે જોયો હતો, તે કરતાં અત્યારે ચહેરો સતીને જુદો લાગ્યો. સંસારમાં પુરુષોની આંખો સ્ત્રીઓના રૂપ અને સૌંદર્ય પાછળ ક્ષુબ્ધ હોય છે. સતીને આજે શેઠની આંખમાં વિકાર દેખાયો. વિચારવા લાગી કે અહીંયાં પણ મારું શીલ કેમ રહેશે? કેમ સાચવીશ? પોતાના કર્મની લીલાને વિચારી રહી છે. શેઠ પડખે
160 * જૈન રાસ વિમર્શ
*