________________
સોનામાં સુગંધ સમાન આ નરેશની પટરાણી રિતસુંદરી રહેલી છે. બે રાજકુમાર પછી આ રાજકુંવરીનો જન્મ થયેલો છે. વળી પુણ્યશાળી પણ ઘણી છે. પુત્રીજન્મનો મહોત્સવ કર્યો. રાજકુંવરીનું રૂપ સ્વર્ગની દેવી કરતાં ચડી જાય તેવું હોવાને કારણે રાજાએ સુરસુંદરી નામ રાખ્યું.
પુત્ર પારણે ને વહુ બારણે' કહેવતને અનુસરીને બાળાની ચપળતા વિચક્ષણતા ચતુરાઈ દેખાવા લાગી. અનુક્રમે વધતી બાળા સાત વરસની થઈ. તેને ભણાવવા માટે માતાપિતા આનંદપૂર્વક નિપુણ અને હોશિયાર વિદ્યાગુરુ પાસે મૂકે છે. વિદ્યાગુરુ બહુ કાળજી રાખીને સર્વે કળાઓ શિખવાડે છે. ઉત્તમ જીવોને વિદ્યાગુરુ માત્ર સાક્ષીરૂપ હોય છે. વિવેકી બાળા વિનયપૂર્વક વ્યાકરણ આદિ વિષયોનો અભ્યાસ કરે છે. જે અરસામાં સુરસુંદરીના વિદ્યાગુરુ પાસે અમરકુમાર પણ ભણે છે. તેણે પંડિતના મનને જીતી લીધું છે.
આ જ ચંપાનગરીમાં જૈનધર્મોમાં રક્ત, સમકિતના રંગથી વાસિત, પંચપરમેષ્ઠિમાં મગ્ન, પરમ શ્રાવક ધનવાહ નામના શ્રેષ્ઠી વસતા હતા. નિષ્ઠાવાન શેઠને ગુણવતી, પ્રેમાળ, સરલ સ્વભાવવાળી અપ્સરાને હરાવે તેવી રૂપવાન નામના અર્થને સાર્થક કરનારી ધનવતી નામે નારી હતી. સમય થતાં પૂરણ માસે ધનવતીએ શ્રેષ્ઠ એવા પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીએ બા૨મે દિવસે કુટુંબીઓને, જ્ઞાતિજનોને, સંબંધીઓને, સજ્જનોને બોલાવ્યા. જોષીઓને પણ બોલાવ્યા. લાડકવાયા લાલનું નામ અમર રાખ્યું.
મંત્ર-તંત્ર આદિ કાળને ભણતો કુમા૨ ૭૨ કળાને શીખી ગયો. આ પંડિત પાસે રાજકુમારી સુરસુંદરીએ વિનય વિવેકયુક્ત સ્ત્રીઓની ૬૪ કળાને આત્મસાત્ કરી લીધી. તે બંને વિદ્યાર્થી કુમાર અને કુંવરી વચ્ચે નિર્દોષ નિર્મળ દોસ્તી બંધાઈ હતી. દ૨૨ોજ ભણવા કા૨ણે ચર્ચા-વિચારણા શંકા સમાધાન કરતા હતા. તક મળતાં કુમાર આજે કુંવરીની મીઠી મશ્કરી કરવામાં પડ્યો. અમકુમારે સુરસુંદરીના વસ્ત્રના છેડે ગાંઠ બાંધેલી પોટલી જોઈ. સહજતાથી ખોલી. તો સાત કોડી નીકળી. તેની સુખડી મંગાવી બધાંને ગળ્યાં મોં કરાવ્યાં. ને ત્યારે તો તે સૂતી હતી. કુંવરે સુરસુંદરી જાગી જતાં તેને કહ્યું,
તારો ભાગ રાખીને બધાંને સુખડી વહેંચી દીધી. આ વાતમાં તું સંશય ન રાખતી.
નિરાંતે તારો ભાગ તું આરોગી જા. આ વાત સાંભળતાં કુંવરીને તો
મહાસતી સુરસુંદરી રાસ * 153