________________
કહેવો જગમેં સોહલો, વિણ કરતાં જંજણ હે । સ્ને | કાય૨ ન૨ના બોલડા, થાય આલ પંપાળ રે || સ્ને ॥
-
"24"
-
(૧૭મી ઢાળ ગાથા ૨) ઉલ્લાસ – ૩) આ ક્ષણથી જ” બોલતાં ધન્નાજી ઊભા થઈ ગયા. ને વસ્ત્ર પહેરીને ત્વરાએ શાલિભદ્રને ઘે૨ ચાલ્યા.
રુદન કરતી, વિનવતી, કરગરતી આઠેય સ્ત્રીઓ સુભદ્રા સહિત ધન્નાની પાછળ પાછળ આવવા લાગી અને કરુણ સ્વરે પાછા વળવા વિનવવા લાગી. પણ તેમનાં મોતી સમાં આંસુ પણ ધન્નાજીને ન પીગળાવી શક્યા. ને શાલિભદ્રના આંગણે પહોંચ્યા, શાલિભદ્ર એ સમયે પ્રાસાદની છેલ્લી ભૂમિકાએ હતા. ધન્નાએ તેમને નીચે બોલાવ્યા અને કહ્યું “વૈરાગ્ય આમ રંગાય? ચાલો મારી સાથે.”
શાલિભદ્ર પણ એ જ ઇચ્છતા હતા. છતાં આટલી ત્વરાથી તે ચમક્યા. તેણે ધન્નાની આંખોમાં જોયું. બન્ને ક્ષણભર માટે અવાક થયા.
શાલિભદ્ર, તેજ વેરતા તે ભુવનને બારણે, માળવામાંથી સર્જાયેલી સુકોમળ પ્રતિમા સમ લાગતા ધન્ના આરસમાંથી ક્રમે ઘડાયેલી જાણે તેજસ્વી માનવમૂર્તિ. શાલિભદ્ર ઉપવને રક્ષાયેલું ગુલાબનું ફૂલ, ધન્ના જાણે સરોવરે શોભતું પંકજ, શાલિભદ્રમાં લાગણીનો પ્રવાહ તરવરે, ધન્નામાં તિખાશની છાયા, શાલિભદ્ર જાણે ઉપવનની રસવેલ, ધન્ના જાણે વનનો અનુભવ છોળ, સમૃદ્ધિ ને ઐશ્વર્યે બંને જાણે લક્ષ્મીનું લાડ તોળતા. રાજગૃહના નંદનવનમાં શોભતાં જાણે કુમા૨ ને કામદેવ.
એક શિબિકામાં ધન્નાને સાથે દીક્ષિત થવા સુભદ્રા ગોઠવાયાં અને બીજી શિબિકામાં શાલિભદ્ર રાજવી શ્રેણિકે બંનેનો દીક્ષા-મહોત્સવ ઊજવ્યો. બંનેએ પ્રભુ મહાવી૨ પાસે દીક્ષા ગ્રહણ કરી. બંનેએ માસક્ષમણના પારણે માસક્ષમણ કરી ૧૨ વરસ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. ધન્ના મુનિ અને શાલિભદ્રમુનિ પ્રભુ સાથે વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યારે તેમનું પારણું હતું.
આ બાજુ ભદ્રા માતાને શાલિભદ્ર અને ધન્ના - સુભદ્રાના આવ્યાના સમાચાર મળતા તેમને મળવા જવાની તૈયારી ચાલતી હતી. બંને મુનિઓએ ભગવાન પાસે ભિક્ષા લેવાની અનુમતી માંગતા ભગવાને કહ્યું કે હે શાલિભદ્ર! આજે તારી માતાના હાથે તારું પારણું થશે.' એવું સાંભળી બંને
ધના રસ - 147