________________
ગજસુકુમાળે માતાના સંશયો દૂર કરતાં કહ્યું કે “હું શૂરવીરની જેમ દીક્ષા પાળીશ. આખું વિશ્વ અસ્થિર અને નિર્બળ છે માટે હે મા, તમે મારા વિશેનો મોહ દૂર કરો; મેં પ્રભુની અમૃતવાણી પ્રમાણરૂપ માની છે, માયા પરથી મારું મન ઊતરી ગયું છે. માટે સોમની પુત્રી સાથે લગ્ન કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી” આમ મા-બાપ અને ભાઈએ કુંવરને મોહમાં લપટાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ સુલક્ષણો કુંવર માન્યો નહીં. દેવકી અને વસુદેવ વિલાપ કરવા લાગ્યા આ જોઈ કૃણે તેમને કહ્યું; સાંભળ, મારા વીર, હું તને તારામતીની ગાદીએ બેસાડું અને તારી આણ પ્રવર્તાવું છું પણ કુંવર તટસ્થ રહ્યા. કૃષ્ણ ગત્સુકુમાળને રાજગાદી પર બેસાડી હાથ જોડી કહ્યું કે: આણ પ્રવર્તાવો. કુંવરે જવાબ આપ્યો કે, મારું દિક્ષા મહોત્સવની તૈયારી કરો. બધાં ભંડારો ખોલી નાંખો તથા સાધુના ઉપકરણ અને પાત્રો મંગાવો. કણે તે પ્રમાણે કર્યું. અને સેવકોને આજ્ઞા આપી. કુંવરનો દઢ નિશ્ચય જાણી માતા દેવકીએ પણ આશીષ આપી, કુંવરને પાલખીમાં બેસાડવામાં આવ્યા અને વરઘોડો નેમિનાથજી પાસે આવી પહોંચ્યો. કૃષ્ણ શ્રી નેમિનાથને કહ્યું:
આ જ હો આણિ સોપા છે શ્રી જગનાથને જિ, રહે તે એહને માત, તત હૂતો ઈષ્ટને કાંત આજ હો તમને સોંપું છું પ્રભુજિ સિષ ભણિજિ. માતાપિતા કહે છે કે: પ્રભુજિંઈ દિક્ષા ૨ દિધ, કુઅરનું કારજ સિધ. આજ હો માતાપિતા કુઅર પ્રતે ઈંમ કહે જિ. ધરજે મન સુભ ધીયાન, દિન દિન ચતે વાન આજ હો સંઘતણિ પરે સંજમ પાલજે જિ. પછી દેવકીએ નેમિનાથજીને કહ્યું: આ જ હો જલવજે રૂડ પેર એહ ને જિ માહરિ પોથી મેં આથી તે દિધી તુમ હાથ આજ હો જેમ જાણો તેમ હવે એહને રાખજે જિ
આમ કહીને દેવકી પરિવાર પોતાના નગર પાછા ફરે છે ને પ્રભુએ ગજસુકુમાળને દીક્ષા આપીને બધો આચાર અને સૂત્રો શીખવ્યાં.
દેવકીજીઃ છ ભાયારો રસ 17