________________
આકાત્મતા કેળવવાનો પ્રયાસ કરતા. તેના માટે પોસ્ટકાર્ડ લખતા. સંદેશા પહોંચાડતા. એવી નાની બાબતોમાં રસ લેતા જેથી દર્દીને પોતાના પ્રત્યે દયનીયતા નહિ પણ પોતાપણું લાગે.
ધીરે ધીરે હૉસ્પિટલના વ્યવસ્થાપકોમાં તેઓ અજાણ્યાને બદલે અભૂતપૂર્વ વિભૂતિ બની ગયા. કેટલાક ડૉક્ટરો અમને કહેતા કે, “જ્યારે આપના પિતાજી કોઈ દર્દી પાસે ઊભા હોય ત્યારે અમને એમનામાં સાક્ષાત્ ઈશ્વર જ દેખાય છે.'
તેઓ ક્યારેય વ્યવસ્થા કે પ્રસિદ્ધિમાં પડ્યા ન હતા. ગમે તેટલું દબાણ પણ તેમને નમાવી શક્યું ન હતું. યથાસંભવ તેઓ “કાકાજી' ના નામથી ઓળખાતા. ઘણા પત્રકારો તેમની પાસે જતા પરંતુ તેઓ તેમનાથી અળગા રહેતા.
જર્મનહેતુ ભૂમીને તેઓ બરાબર જાણતા હતા. આ નિત્યક્રમ ૩૦ વર્ષ સુધી ચાલ્યો.
નાયર હૉસ્પિટલે તેમની પ્રેરણાથી પોતાની વધારાની જગામાં વ્યવસાય પ્રશિક્ષણ શરૂ કર્યું. સ્વતંત્રતા અને સ્વાવલંબનની તેમની ભાવના અહીં પણ દેખાઈ.
કહેતા કે “એક વ્યક્તિ કામ પર લાગે તો પાંચના પેટ ભરાય.”
જેમ જેમ જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવતી ગઈ તેમ તેમ વધારે વહેંચવાની હંમેશાં વૃત્તિ રહી. મુંબઈ હૉસ્પિટલ તેમની પ્રિય સંસ્થા હતી અને ત્યાં લગાતાર યોગદાન અપાતું રહ્યું.
પોતાના જન્મસ્થળ પાલીમાં કન્યા મહાવિદ્યાલય બનાવ્યું, જેની ત્યાં અત્યંત જરૂર હતી.
પાલીની શાનદાર ગૌશાળામાં મોટો ફાળો આપ્યો. તેમનું અને તેમના નાના ભાઈ પારસમલજીનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.
તેઓ કહેતા હતા કે, પ્રામાણિકતાથી ખૂબ કમાઓ અને સારા કામમાં ખર્ચે, લોકોના કામમાં આવો. ઉચ્ચ શિક્ષણની ઇચ્છાવાળાને વિશેષ શિક્ષણ આપો.” આ વાત ઉપર વિશેષ ભાર મૂકતા હતા. દાનમાં તેમની ભાવના હંમેશાં સેવાની જ હતી – દાતાની નહીં.
તે કહેતા બોધિ-લાભ અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે શરીરથી સ્વસ્થ હોવું અનિવાર્ય છે. તે માટે આરોગ્યની પ્રાર્થના બોધિથી પહેલાં કરવામાં આવી છે.