________________
તો મનવાંછિત પ્રાપ્તિ કરી શકશો.
યોગીરાજના વચનથી યુવરાજ ચમક્યો. અને લાગ્યું કે ઋષિદત્તા ખરેખર મરી ન પણ ગઈ હોય. ઋષિદત્તાએ કહ્યું કે મેં જ્ઞાનથી જાણ્યું છે કે તમારી પ્રિયા ઋષિદત્તા જીવંત છે. એમ કહીને પોતે યોગીરાજના વેશમાં ઔષધિના પ્રયોગથી પોતાનો સ્ત્રી પહેરવેશ ધારણ કરી દીધો. ઋષિદત્તા કહે છે કે ઋષભદેવની ભક્તિ સાંગોપાંગ ફળી છે. ઋષિદત્તા પ્રકટ થાય છે. બન્નેનું શુભમિલન થાય છે. રાજા સુલસા યોગિનીને દેહાંતદંડની સજા આપે છે. રુકમણી પિતાજી અને સૌની માફી માગે છે. ઋષિદત્તા કનકરથને કહે છે કે મારી માફક આ રુકમણિને આપ અપનાવી લો, અને ગઈ ગુજરી ભૂલી જાઓ. અપકારની ગાંઠ વાળવામાં આત્મશુદ્ધિ નથી, પણ ક્ષમાના માર્ગે જવામાં આત્મશુદ્ધિ છે. ઋષિદત્તા રુકમણિને ગુણિયલ બહેન કહીને ભેટી પડે છે. આમ રકમણિને ઉદાર મનવાળા મહાન પતિ કનકરથ મળ્યા છે અને ઉદાર દિલવાળી ગુણિયલ બેન ઋષિદત્તા મળી
યુવરાજ બને પત્ની સાથે નગપ્રવેશ કરે છે. યુવરાજે પિતાને કહ્યું: ધર્મો રક્ષિત રક્ષત એટલે કે જે ધર્મની રક્ષા કરે છે તેની ધર્મ રક્ષા કરે છે. હેમરથ રાજા ભદ્રાચાર્યજીને મળવા જાય છે ત્યારે આચાર્યએ કહ્યું : આપનો ચારિત્ર ધર્મ લેવાનો સંકલ્પ શ્રેષ્ઠ છે. અનંતકાળ જૂના કર્મના બંધનો તોડવાનો આજ શ્રેષ્ઠ માર્ગ છે. બાંધેલા કર્મનું ફળ આત્માએ ભોગવવું જ પડે છે. સમય જતાં કનકર અને ઋષિદત્તા સંસારત્યાગ કરે છે.
મહાસતિ ઋષિદના રાસ +129